Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માળીયા હાટીનાના ચુલડીમાં 250 જેટલા ભૂંડના ટોળાંનો આતંક:મગફળીનો તૈયાર પાક રોળી નાખતાં ખેડૂતો પાયમાલ, વળતર નહિ મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી

    3 days ago

    જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં આવેલા ચુલડી ગામે છેલ્લા કેટલાક સમયથી ભૂંડના વધતા જતા ત્રાસના કારણે ધરતીપુત્રો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ચુલડી ગામ અને આસપાસના સીમ વિસ્તારમાં અંદાજે 200 થી 250 જેટલા જંગલી ભૂંડના ટોળાં ખેતરોમાં ઘૂસીને ઊભા મોલને રફેદફે કરી રહ્યા છે. વરસાદ આધારિત ખેતી કરતા સ્થાનિક ખેડૂતો માટે વર્ષ દરમિયાન ચોમાસાની આ એક જ મુખ્ય રોકડિયા પાકની સીઝન હોય છે, જેમાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને મજૂરી પાછળ પ્રતિ વીઘે અંદાજે ₹35 થી ₹40 હજારનો જંગી ખર્ચ કર્યો હતો. તંત્ર સમક્ષ વારંવારની રજૂઆતો છતાં પરિણામ શૂન્ય ચારથી પાંચ વીઘા જેટલા ખેતરોમાં લહેરાતો મગફળીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ જતાં ખેડૂતો માથે મોટું આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. અગાઉ પણ વન વિભાગ અને સ્થાનિક પ્રશાસન સમક્ષ લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે ભૂંડ ભગાડવા કે પકડવાની કોશિશ દરમિયાન અગાઉ ખેડૂતો સામે જ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જો હવે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાનીનો સ્થળ સર્વે કરી યોગ્ય વળતર નહીં અપાય અને કાયમી ઉકેલ નહીં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. "રાતભર ઉજાગરા અને ₹80 હજારની ફેન્સિંગ છતાં પાક બચતો નથી": સરપંચ ચુલડી ગામના સરપંચ દેવાયતભાઈ નંદાણીયાએ સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, "ખેતરમાં જઈને જોતાં 5 વીઘાની મગફળીનો પાક ભૂંડોએ સંપૂર્ણપણે ઉખેડીને ફાડી નાખ્યો છે, જેમાં હવે ઉત્પાદન મળવાની કોઈ આશા રહી નથી. અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં લેખિત રજૂઆત કરી વળતરની માંગ કરી છે. ગામના સીમમાં આશરે 200 થી 250 ભૂંડનો ઘેરો છે. ખેડૂતોએ 70-80 હજાર રૂપિયા ખર્ચીને વંડી અને ફેન્સિંગ કરાવી હોવા છતાં આ ટોળાં ખેતરો ધમરોળી નાખે છે. અમે પણ જીવદયા પ્રેમી છીએ, પરંતુ ખેડૂત અને વન્યજીવ બંનેનું સંતુલન જળવાય તેવો નીતિવિષયક નિર્ણય સરકારે તાકીદે લેવો જોઈએ." દિવાળી ટાણે બાળકોની ફી અને કપડાંના ખર્ચની ચિંતા ચુલડી ગામના ખેડૂત મહેશભાઈ સોસાએ પોતાની લાચારી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "મારી પાસે 8 વીઘા જમીન છે અને ખેતરમાં ભૂંડ તથા અન્ય વન્ય પશુઓનો ભારે ઉપદ્રવ છે. રાત-દિવસ રખોલી કરવા છતાં પાક બચાવી શકાતો નથી. મગફળીનો પાક જ અમારી આજીવિકાનો એકમાત્ર આધાર છે. હવે દિવાળી નજીક આવી રહી છે ત્યારે પાક નષ્ટ થવાથી બાળકોની સ્કૂલ ફી ભરવી કે ઘરખર્ચ ચલાવવો અશક્ય બનશે. અમારી જમીન સરકારી બીડની સરહદે આવેલી છે; ખેડૂતોના ઢોર બીડમાં જાય તો દંડ થાય છે, પરંતુ જંગલના પ્રાણીઓ ખેતરોમાં આવી નુકસાન કરે છે. આથી વન વિભાગે સરકારી બીડ ફરતે મજબૂત કમ્પાઉન્ડિંગ કરવું જોઈએ." વન વિભાગ સ્થળ મુલાકાત લઈ પાક સુરક્ષાની કાયમી વ્યવસ્થા કરે અન્ય એક જાગૃત ખેડૂત હિતેશભાઈ નંદાણીયાએ આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, “અમારા પંથકમાં ભૂંડ અને નીલગાયના સતત ત્રાસથી ખેડૂતો પાયમાલીના આરે આવીને ઊભા રહ્યા છે. જંગલ ખાતાને વારંવારની રજૂઆતો છતાં કોઈ કાયમી નિકાલ આવ્યો નથી. અમારી સ્પષ્ટ માંગણી છે કે, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર આવી પરિસ્થિતિનું જાતનિરીક્ષણ કરે, પાક નુકસાનીનો પારદર્શક સર્વે કરે અને ખેડૂતો તથા વન્યજીવો બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરતી કાયમી વ્યવસ્થા ગોઠવે.”
    Click here to Read More
    Previous Article
    મોરબી મહાનગરપાલિકાએ 3,797 રખડતા પશુ પકડ્યા:ANCD શાખાએ વધુ 15 પશુ પકડ્યા, રસ્તા પરથી પશુ પકડવાની કામગીરી ચાલુ રહેશે
    Next Article
    મોડાસામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો:વોર્ડ નં.1,5,6,7 ના નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ મળ્યો, અધિકારીઓએ નિરીક્ષણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment