Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ કર્મચારીના મકાનમાં ચાલતા જુગારનો પર્દાફાશ:સુરેન્દ્રનગરના રતનપર-રામેશ્વર ટાઉનશીપમાં શેરબજારના ભાવ પર જુગાર રમાડાતો હતો; 6ની અટકાયત; 16 બ્રોકરો સહિત 23 સામે ગુનો નોંધાયો

    2 days ago

    રાજકોટ રેન્જ પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રતનપર રામેશ્વર ટાઉનશીપમાં મોટી કાર્યવાહી કરીને એક સક્રિય જુગારધામનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે શેરી નં. 4, મકાન નં. 51 ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. આ મકાન નાથુભા કાનાભા રાઠોડની માલિકીનું છે અને તેનો ભોગવટો પોલીસ કર્મચારી સંજયસિંહ નાથુભાઈ રાઠોડ ધરાવતા હતા. આ સ્થળેથી કોઈપણ કાનૂની આધાર કે લાયસન્સ વગર શેરબજારના ભાવના વધારા-ઘટાડા પર ગ્રાહકો પાસેથી સોદા લેવડાવી ગેરકાયદે જુગાર રમાડવામાં આવતો હતો. સ્થળ પરથી 6 આરોપીઓની ધરપકડ અને મુદ્દામાલ જપ્ત દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી દિવ્યરાજસિંહ વનરાજસિંહ ચુડાસમા, વિપુલભાઇ કરશનભાઇ સિંધવ, અરૂણભાઇ મહેન્દ્રભાઇ કોઠારી, દલસુખભાઇ કરશનભાઇ સિંધવ, વિજયભાઇ ગોવિંદભાઈ દેત્રોજા અને મકાનમાલિક નાથુભા કાનાભા રાઠોડ એમ કુલ 6 આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસ ટીમે સ્થળ પરથી 10 લેપટોપ, 29 મોબાઈલ ફોન, 4 પેન ડ્રાઈવ, નોટબુક, વાઈ-ફાઈ ઉપકરણો, ચાર્જરો અને રોકડ રકમ મળીને કુલ ₹3,07,000નો મુદ્દામાલ જપ્ત કરીને કબજે કર્યો છે. ખાનગી બાતમી આધારે નેટવર્ક શોધી સરપ્રાઈઝ રેડ રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ની સૂચના અને પો.ઈન્સ. અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. બી.સી. મિયાત્રા તથા તેમની ટીમે આ સફળ કામગીરી પાર પાડી હતી. આ ઓપરેશનમાં પી.સી. સરતેજા, યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અતુલભાઇ ડાભી, વકારભાઈ અરબ, ફતેસંગ પરમાર, દિલીપસિહ સિંધવ અને ડ્રાઈવર ગોવીંદભાઇ રબારી સહિતના પોલીસ સ્ટાફે ખાનગી બાતમી આધારે નેટવર્ક શોધી કાઢીને સરપ્રાઈઝ રેડ કરી હતી. 16 બ્રોકરો સહિત 23 સામે ગુનો અને ફોરેન્સિક તપાસ આ જુગારધામમાં કપાત કરાવતા જતીન, લાલો, નિતેશ, MNT, અજય, D.R., C.C., આકાશ (બે અલગ ઈસમો), ચિરાગ, K.P., સુરેશ, સની, મિતલ, સ્વેતાંશુ અને પ્રશાંત નામના 16 બ્રોકરો, સંજયસિંહ રાઠોડ (પોલીસ કર્મચારી) તેમજ પકડાયેલા 6 ગ્રાહકો/સંચાલકો મળી કુલ 23 આરોપીઓ સામે જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા લેપટોપ અને મોબાઈલ જેવા ઈલેક્ટ્રોનિક ડિવાઈસ દ્વારા નાણાકીય વ્યવહારોનું પગેરું મેળવવા ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    માયધાર ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ:પાલીતાણા ગ્રામ્ય પોલીસે 2.50 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી, ચંદુ અને અનિલ સામે ગુનો નોંધાયો
    Next Article
    પાટણ ભાજપ દ્વારા પ્રશિક્ષણ વર્ગ માટે બેઠક:સંગઠનાત્મક વર્ગોના આયોજન અંગે હોદ્દેદારોને જવાબદારી સોંપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment