Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ ભાજપ દ્વારા પ્રશિક્ષણ વર્ગ માટે બેઠક:સંગઠનાત્મક વર્ગોના આયોજન અંગે હોદ્દેદારોને જવાબદારી સોંપાઈ

    2 days ago

    પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી સંગઠનાત્મક પ્રશિક્ષણ વર્ગોના આયોજન અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં આગામી આયોજનોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. પ્રશિક્ષણ વર્ગ સુચારૂ રૂપે પાર પડે તે માટે 16 હોદ્દેદારોને સંયોજક તરીકે વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, આગામી 8 અને 9 ઓગસ્ટના રોજ સમી ખાતે મંડળોનો પૂરક પ્રશિક્ષણ વર્ગ યોજાશે. આ વર્ગની સફળતા બાદ તબક્કાવાર પાટણ જિલ્લા ભાજપ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવશે. કાર્યકર્તાઓમાં શિસ્ત અને સંગઠનનો ભાવ કેળવવાના આ મહત્વપૂર્ણ અભિયાનને સફળ બનાવવા માટે યોજાયેલી આ બેઠકમાં અગ્રણી દીલીપભાઈ જોશી, સુષ્માબેન રાવલ, અશોકભાઈ પટેલ અને મિલન પટેલ સહિતના અપેક્ષિત હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પોલીસ કર્મચારીના મકાનમાં ચાલતા જુગારનો પર્દાફાશ:સુરેન્દ્રનગરના રતનપર-રામેશ્વર ટાઉનશીપમાં શેરબજારના ભાવ પર જુગાર રમાડાતો હતો; 6ની અટકાયત; 16 બ્રોકરો સહિત 23 સામે ગુનો નોંધાયો
    Next Article
    ભાજપના નેતાઓ વચ્ચે મારામારી, મહિલા કોર્પોરેટર-પતિની આંગળીઓ તોડી નાખી:ટીપી કમિટીના ચેરમેન ખુરશી લઈને મારવા દોડ્યા; સુરતમાં MLAની હાજરીમાં બબાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment