Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા ભાજપ પ્રમુખ નીલ રાવ, MLA દર્શનાબેનને પ્રદેશ ભાજપનું તેડું:દર્શનાબેન દેશમુખને વસાવા સમાજનું સમર્થન, વિવાદ ઉકેલાશે

    6 days ago

    રાજપીપળા: રાજપીપળાના આંબેડકર હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રબુદ્ધ નાગરિક સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કથિત અપમાનના કારણે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે બહિષ્કાર કરીને વોકઆઉટ કર્યો હતો. ત્યારબાદ તેઓ પ્રતીક ઉપવાસ પર બેઠા હતા. ડો. દર્શનાબેન સાથે સાંસદ મનસુખ વસાવા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિત ભાજપના અન્ય વરિષ્ઠ આગેવાનો પણ જોડાયા હતા. આ ઘટનાક્રમ બાદ પ્રદેશ ભાજપના મહામંત્રી અને દક્ષિણ ગુજરાતના પ્રભારી પ્રશાંત કોરાટે સાંસદ મનસુખ વસાવા સાથે ટેલિફોનિક વાતચીત કરી ધરણાં સમાપ્ત કરવા જણાવ્યું હતું. પ્રદેશ નેતાઓની વાતને માન આપીને ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે ધરણાં પૂર્ણ કર્યા હતા. આ મુદ્દે સાંસદ મનસુખ વસાવા અને ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે તેમને કમલમ ખાતે બોલાવ્યા છે. ત્યાં જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવની હાજરીમાં તેમની રજૂઆતો સાંભળવામાં આવશે અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આ બેઠક બાદ આગળ શું કરવું તે નક્કી કરવામાં આવશે, પરંતુ જિલ્લા ભાજપ પ્રમુખ સામેની તેમની લડત ચાલુ રહેશે. આ દરમિયાન, ગુજરાત સમસ્ત વસાવા સમાજના પ્રમુખ ચંદ્રકાંત વસાવા સહિત સમાજના અન્ય આગેવાનોએ રાજપીપળા ખાતે ડો. દર્શનાબેન દેશમુખ સાથે મુલાકાત કરી હતી. ચંદ્રકાંત વસાવાએ જણાવ્યું હતું કે આ માત્ર ડો. દર્શનાબેનનું અપમાન નથી, પરંતુ સમગ્ર વસાવા સમાજનું અપમાન છે. તેમણે ચેતવણી આપી હતી કે પ્રદેશ સ્તરે યોજાનારી બેઠક બાદ જો ડો. દર્શનાબેનને ન્યાય નહીં મળે, તો જરૂર પડ્યે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરતા પણ તેઓ અચકાશે નહીં.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લી LCBએ 49 ગુનાના આરોપીને ઝડપ્યો:અરવલ્લીના 8 ગુના ઉકેલાયા, ₹2.18 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    મેમાણામાં B.K. બંસતી દીદીનું આધ્યાત્મિક પ્રવચન:પુરૂષોત્તમ માસ નિમિત્તે સદાચાર અને ભક્તિનો સંદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment