Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશમાં પહેલીવાર સુરત ફાયરવિભાગમાં સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ લાગશે:104 મી. ઊંચું હાઈડ્રોલિક પ્લેટફોર્મ ખરીદાશે, ઓલા-ઉબરની જેમ વાહનોનું લોકેશન ટ્રેસ; ઘટનાસ્થળ સુધી લાઇવ મોનિટરિંગ થશે

    2 दिन पहले

    સુરતનું ફાયર ડિપાર્ટમેન્ટ સમગ્ર ભારતભરમાં એક નવો કીર્તિમાન સ્થાપવા જઈ રહ્યું છે. અત્યાર સુધી સમગ્ર દેશમાં કોઈપણ ફાયર ડિપાર્ટમેન્ટે ન વિકસાવી હોય તેવી 'સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ' સુરત ફાયર વિભાગ વિકસાવી રહ્યું છે. આ ટેક્નોલોજીના આગમનથી ઈમરજન્સી કોલ મળતાની સાથે જ કામગીરી ક્ષણવારમાં શરૂ કરી શકાશે. સુરતમાં સતત વધી રહેલી હાઇરાઇઝ ઇમારતો અને ઔદ્યોગિક વિસ્તારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાનું ફાયર ડિપાર્ટમેન્ટ સંપૂર્ણપણે 'હાઇટેક' બનવા જઇ રહ્યું છે. સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ અપનાવનાર સુરત દેશનું પ્રથમ શહેર બનશે, જેમાં કંટ્રોલ રૂમથી લઈને ઘટનાસ્થળ સુધી લાઇવ મોનિટરિંગ થશે. 104 મીટર ઊંચાઈ ધરાવતું હાઈડ્રોલિક પ્લેટફોર્મ ખરીદશે ઊંચી ઇમારતોમાં અચાનક આગ લાગે ત્યારે રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવી શકાય તે માટે સુરત ફાયર વિભાગ 104 મીટરની ઊંચાઈ ધરાવતું અત્યાધુનિક હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવા જઈ રહ્યું છે. દેશમાં પહેલીવાર સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ ઓલા-ઉબરની જેમ GIS અને GPSથી લોકેશન ટ્રેસ થશે શહેરમાંથી જ્યારે પણ કોઈ ફાયર કોલ કે અકસ્માતનો મેસેજ મળશે, ત્યારે GIS અને GPS ટેકનોલોજીની મદદથી ઘટનાસ્થળનું સચોટ લોકેશન મેળવી લેવાશે. ઓલા અને ઉબર કેબ સિસ્ટમની તર્જ પર ફાયર ડિપાર્ટમેન્ટના વાહનોમાં IoT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) બેઝ્ડ મોનિટર સિસ્ટમ લગાડવામાં આવશે, જેનાથી ફાયર ફાઈટર્સ કોઈપણ વિલંબ વગર સરળતાથી અને ઝડપથી ઘટનાસ્થળે પહોંચી શકશે. ICCCથી થશે મોનિટરિંગ ICCC (ઇન્સિડન્ટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) એટલે કે ફાયર કંટ્રોલ રૂમથી જ તમામ વાહનો, લોકેશન અને ઈમરજન્સી કામગીરી પર ચોવીસે કલાક નજર રખાશે. જવાનો પર ‘બોડી કેમેરા’ આ નવી વ્યવસ્થા સંપૂર્ણપણે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત હશે. આ ઉપરાંત, ઘટનાસ્થળે જતા ફાયર વિભાગના જવાનોના યુનિફોર્મ પર 'બોડી કેમેરા' લગાડવામાં આવશે. આ કેમેરાના કારણે કંટ્રોલ રૂમમાં બેઠેલા ઉપરી અધિકારીઓ ઘટનાસ્થળની વાસ્તવિક પરિસ્થિતિ અને આગની ગંભીરતા લાઈવ જોઈ શકશે અને તે મુજબ યોગ્ય નિર્ણય લઈ શકશે. મોટા એકમોમાં વિશેષ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાશે મોટા ટેક્સટાઇલ માર્કેટો, વ્યાપારી સંકુલ અને રેસિડેન્શિયલ હાઇરાઇઝ ઇમારતો માટે આ સિસ્ટમ આશીર્વાદરૂપ સાબિત થશે. આ મોટા એકમોમાં એક વિશેષ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાશે. માત્ર એક એલાર્મ રેઝ કરવાથી જ સીધી ફાયર કંટ્રોલ રૂમને જાણ થઈ જશે, જેથી મિનિટોમાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને મોટું નુકસાન અટકાવી શકશે. અંદાજિત એક વર્ષમાં સમગ્ર સિસ્ટમ કાર્યરત થશે ફાયર વિભાગને અતિઆધુનિક બનાવવા માટેની આ યોજનાના ખર્ચ અને અમલીકરણ અંગેની ફાઈલ હાલમાં પ્રોસેસમાં (પુટ-અપ) મૂકવામાં આવી છે. તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને આગામી અંદાજિત એક વર્ષના સમયગાળામાં આ આખી AI આધારિત હાઇટેક સિસ્ટમ સુરત શહેરમાં પૂરેપૂરી કાર્યરત થઈ જશે. કંટ્રોલ રૂમથી ઘટનાસ્થળ સુધીની સમગ્ર કામગીરી ડિજિટલ પ્લેટફોર્મ પર હાલ શહેરમાં 25 ફાયર સ્ટેશન કાર્યરત છે અને શહેરના સતત વિસ્તરણ સાથે નવા ફાયર સ્ટેશનની જરૂરિયાત પણ ઊભી થઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પાલિકાએ આધુનિક ફાયર વાહનો અને સાધનોની ખરીદી કરી છે. હવે ફાયર વિભાગની સમગ્ર કામગીરીને ટેક્નોલોજી સાથે સાંકળીને સ્માર્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના માટે સ્માર્ટ ઈન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે, જેના દ્વારા કંટ્રોલ રૂમથી ઘટનાસ્થળ સુધીની સમગ્ર કામગીરી ડિજિટલ પ્લેટફોર્મ પર સંચાલિત થશે. એક જ સ્ક્રીન પર આખા શહેરની ફાયર વ્યવસ્થાનું મોનિટરિંગ સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ અદ્યતન સેન્ટ્રલ ફાયર કંટ્રોલ સિસ્ટમ વિકસાવવામાં આવશે. જેમાં એક જ સ્ક્રીન પર શહેરના તમામ ઇમરજન્સી કોલ, ફાયર એલાર્મ, લાઇવ વીડિયો, ફાયર વાહનોની સ્થિતિ, કોલ લોગિંગ, ઇન્સિડન્ટ મેનેજમેન્ટ, ડેટા એનાલિટિક્સ અને વિવિધ વિભાગો વચ્ચે રિયલ ટાઇમ માહિતીના આદાન-પ્રદાનનું મોનિટરિંગ કરી શકાશે. દરેક કોલનો ડિજિટલ રેકોર્ડ તૈયાર થશે પ્રોજેક્ટ અંતર્ગત ફાયર ટેન્ડર, વોટર ટેન્કર, હાઈડ્રોલિક પ્લેટફોર્મ સહિત તમામ ઈમરજન્સી વાહનોમાં GPS આધારિત ટ્રેકિંગ સિસ્ટમ અને કેમેરા લગાવવામાં આવશે. કંટ્રોલ રૂમમાંથી દરેક વાહનનું લાઈવ લોકેશન અને તેની કામગીરીનું સતત મોનિટરિંગ કરી શકાશે. ઘટના જ્યાં બને ત્યાંથી સૌથી નજીકનું વાહન સૌપ્રથમ રવાના થાય તેવી સ્માર્ટ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જેના કારણે રિએક્શન ટાઇમ નોંધપાત્ર રીતે ઘટશે. સાથે જ કંટ્રોલ રૂમમાં આવતા દરેક ઈમરજન્સી કોલનું સ્પીચ-ટુ-ટેક્સ્ટ ટેક્નોલોજી દ્વારા આપોઆપ લખાણમાં રૂપાંતર થશે. દરેક કોલનો ડિજિટલ રેકોર્ડ તૈયાર થશે, જે ભવિષ્યમાં તપાસ, વિશ્લેષણ અને કામગીરીમાં સુધારા માટે ઉપયોગી બનશે.
    Click here to Read More
    Previous Article
    ભાજપના નેતાઓ વચ્ચે મારામારી, મહિલા કોર્પોરેટર-પતિની આંગળીઓ તોડી નાખી:ટીપી કમિટીના ચેરમેન ખુરશી લઈને મારવા દોડ્યા; સુરતમાં MLAની હાજરીમાં બબાલ
    Next Article
    ગૂગલ મેપથી હોટેલ બુકિંગમાં ઠગાઈની નવી ગેંગ સક્રિય, ગાંધીનગરમાં FIR:સોમનાથના મહેશ્વરી અતિથિ ભવન સહિતની હોટેલની ફેક વેબસાઇટો બનાવી; આ રીતે ખેલ પાડતાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment