Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૂગલ મેપથી હોટેલ બુકિંગમાં ઠગાઈની નવી ગેંગ સક્રિય, ગાંધીનગરમાં FIR:સોમનાથના મહેશ્વરી અતિથિ ભવન સહિતની હોટેલની ફેક વેબસાઇટો બનાવી; આ રીતે ખેલ પાડતાં

    2 days ago

    ગૂગલ મેપથી હોટેલ બુકિંગ કરાવવાના નામે ઠગાઈ આચરતી નવી ગેંગ સક્રિય થઈ છે. જેમાં સોમનાથ યાત્રાધામના મહેશ્વરી અતિથિ ભવન સહિત દેશભરના વિવિઘ જાણીતા પર્યટક સ્થળોની ધર્મશાળા અને હોટેલના નામે નકલી વેબસાઇટો બનાવીને દેશમાં લોકો સાથે સાયબર ફ્રોડ કરી રહી છે. ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે રાજ્ય સરકાર તરફે અજાણ્યા ઠગો સામે ગુનો દાખલ કર્યો છે. ગૂગલ લોકલ ગાઇડ નરેશ દરજીએ કહ્યું કે, સ્કેમર્સની મોડસ ઓપરેન્ડી ખૂબ જ સ્માર્ટ પ્રકારની છે. જો તમે ધર્મશાળા કે હોટેલ બુક કરવા માટે ગૂગલ મેપનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. એક નવું ઓનલાઈન કૌભાંડ ચાલી રહ્યું છે. સ્કેમર્સ ગૂગલ મેપ પર પ્રખ્યાત ધર્મશાળા કે હોટેલના લિસ્ટિંગમાં પોતાના નકલી ફોટા અપલોડ કરે છે. આ ફોટાઓ પર મોટા અક્ષરોમાં નકલી નંબરો લખેલા હોય છે. જેમકે મહેશ્વરી અતિથિ ભવનના ફોટા પર કેસરી રંગના મોટા નંબર જોઈ શકાય છે. ગ્રાહકો બુકિંગ માટે તે નંબર પર કૉલ કરે છે, ત્યારે આ ઠગબાજો એડવાન્સ પેમેન્ટ અથવા બુકિંગ કન્ફર્મેશનના બહાને વિગતો મેળવી તેમનું બેંક એકાઉન્ટ ખાલી દેતા હોય છે. ગૂગલ મેપના માધ્યમથી પ્રવાસીઓને જાળમાં ફસાવે જો તમે આગામી સમયમાં ધાર્મિક સ્થળો કે પ્રવાસન સ્થળોએ જવા માટે ગૂગલ મેપ દ્વારા ધર્મશાળા કે હોટેલ સર્ચ કરી રહ્યા છો, તો તમારે અત્યંત સાવચેત રહેવાની જરૂર છે. તાજેતરમાં સામે આવેલા એક મોટા ઓનલાઈન રેકેટમાં ઠગબાજો ગૂગલ મેપના માધ્યમથી પ્રવાસીઓને જાળમાં ફસાવી રહ્યા છે. ગાંધીનગર સ્થિત સાયબર હેલ્પલાઇન 1930 પર દેશના વિવિધ રાજ્યોમાંથી ઓનલાઇન હોટેલ અને ધર્મશાળા બુકિંગ બાબતે છેતરપિંડી થતી હોવાની અનેક અરજીઓ મળી હતી. પ્રખ્યાત હોટેલો, આશ્રમોની નકલી વેબસાઇટો અને વેબપેજો પોલીસની તપાસમાં સામે આવ્યું કે, 8 ઓક્ટોબર 2025થી 27 જુલાઇ 2026 દરમિયાન અજાણ્યા ઠગબાઝોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને દેશના વિવિધ પર્યટક અને યાત્રાધામોની જાણીતી હોટેલો, આશ્રમો અને સમાજ ટ્રસ્ટોના નામથી મળતી આવતી બનાવટી વેબસાઇટો અને વેબપેજો તૈયાર કર્યા હતા. સોમનાથ જેવા પવિત્ર યાત્રાધામોમાં આવેલા મહેશ્વરી અતિથિ ભવન, ઇસ્કોન વૃંદાવન, ગીતા ભવન ઋષિકેશ અને પરમાર્થ નિકેતન જેવા જાણીતા અન્ય ધર્મશાળાઓના નામે પણ આ પ્રકારના નકલી નંબરો વાયરલ કરીને શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી આચરવાના કિસ્સાઓ સામે આવ્યા છે. સ્કેમર્સની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી, આ રીતે ખેલ પાડતાં આરોપીઓ 7976519240, 8168655106, 9587882316, 9376737875 અને 9232505054 જેવા અલગ-અલગ મોબાઇલ નંબરોનો ઉપયોગ કરીને સાચી ઓળખ છુપાવતા હતા. આ સમગ્ર કૌભાંડમાં સ્કેમર્સની મોડસ ઓપરેન્ડી ખૂબ જ ચોંકાવનારી છે. શાતિર ગુનેગારો સૌપ્રથમ ગૂગલ મેપ પર પ્રખ્યાત ધર્મશાળા, અતિથિ ભવન કે હોટેલ્સના લિસ્ટિંગ ટાર્ગેટ બનાવે છે. ત્યારબાદ તેઓ આ લોકેશનની ફોટો ગેલેરીમાં સંબંધિત સ્થળના એવા નકલી ફોટા અપલોડ કરે છે જેના પર મોટા અક્ષરે સ્કેમર્સના પોતાના મોબાઈલ નંબર છાપેલા હોય છે. અજાણ્યા ઠગો સામે ગુનો દાખલ ત્યારે દરેક પીડિત સાથે નાની નાની રકમની ઠગાઈ થઈ હોવાથી અલગ-અલગ જગ્યાએ FIR નોંધાઈ ન હતી. જેથી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના ઇન્વેસ્ટીગેશન યુનિટમાં ફરજ બજાવતા પીઆઈ મુકેશગીરી બાબુગીરી ગોસ્વામીએ રાજ્ય સરકાર તરફે અજાણ્યા ઠગો સામે ગુનો દાખલ કરાવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    દેશમાં પહેલીવાર સુરત ફાયરવિભાગમાં સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ લાગશે:104 મી. ઊંચું હાઈડ્રોલિક પ્લેટફોર્મ ખરીદાશે, ઓલા-ઉબરની જેમ વાહનોનું લોકેશન ટ્રેસ; ઘટનાસ્થળ સુધી લાઇવ મોનિટરિંગ થશે
    Next Article
    પત્ની દેહ વેપાર અને પતિમાંથી કોઇને છોડવા તૈયાર નહોતી:સગાના ઘરે જવાનું કહી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી, 34 વર્ષથી બિંદાસ્ત જીવતા કાતિલને પોલીસે દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment