Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મ્યુનિસિપલ કમિશનરની સિક્રેટ તપાસ બાદ ધડાકો:ગાંધીનગર મનપામાં 9 અધિકારીઓની બદલી, એન્જિનિયરિંગ શાખામાં વ્યાપક ફેરબદલ થતા અંદરખાને રાજકારણ ગરમાયું

    1 day ago

    ગાંધીનગર મહાનગરપાલિકામાં ચૂંટાયેલા હોદ્દેદારો ચાર્જ સંભાળે તે પહેલાં જ વહીવટી મોરચે મોટો ભડાકો થયો છે. મ્યુનિસિપલ કમિશનર જે. એસ. પ્રજાપતિએ એક આકરો આદેશ જારી કરીને એન્જિનિયરિંગ શાખાના ચાર નાયબ કાર્યપાલક ઈજનેર અને આસિસ્ટન્ટ ઈજનેર સહિત કુલ નવ અધિકારીઓની એકસાથે બદલી કરી દેતા ઘણા વગદાર કોન્ટ્રાક્ટરો બેકફુટ પર આવી ગયા છે. કમિશનરની લાંબા સમયથી ખાનગી રાહે તપાસ મહાનગરપાલિકામાં સિવિલ કામગીરીની ગુણવત્તામાં કચાસ અને પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં થતા વિલંબ અંગે સતત ફરિયાદો મળી રહી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને કમિશનરે લાંબા સમયથી ખાનગી રાહે તપાસ શરૂ કરાવી હતી. આ ગુપ્ત તપાસનો વિગતવાર અહેવાલ સામે આવતાં જ કમિશનરે આકરા પગલાં ભરીને બદલીના હુકમો કર્યા છે.દિવાળી પૂર્વે અને નવી બોડીની રચના પહેલાં કરવામાં આવેલા આ ફેરબદલને કારણે મ્યુનિસિપલ વર્તુળો અને કોન્ટ્રાક્ટરોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. નંદીશ માંડલિયાને સિવિલ શાખામાંથી હટાવ્યા ઘણા લાંબા સમયથી સિવિલ શાખામાં વગદાર કોન્ટ્રાક્ટરો અને બેદરકાર કર્મચારીઓ વચ્ચે સાંઠગાંઠ ચાલતી હોવાની ચર્ચાઓ હતી. જેને તોડવાના ઈરાદે આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે. આ બદલીઓમાં સૌથી વધુ ચર્ચા નાયબ કાર્યપાલક ઈજનેર નંદીશ માંડલિયા અને હરેશ સાલોડીયાની થઈ રહી છે. નંદીશ માંડલિયાને સિવિલ શાખામાંથી હટાવીને યુસીડી (અર્બન કમ્યુનિટી ડેવલપમેન્ટ) શાખામાં મોકલવામાં આવ્યા છે. હરેશ સાલોડીયાને બાગાયત વિભાગમાં મૂકી દેવાયા જ્યારે હરેશ સાલોડીયાને તેમની મૂળ કામગીરીથી સાવ અલગ એવા બાગાયત વિભાગમાં મૂકી દેવાયા છે. આ ઉપરાંત વહીવટી અધિકારી અમિત સિંઘઈ પાસેથી પણ યુસીડી શાખાનો વધારાનો પ્રભાર પરત ખેંચી લેવાયો છે.મહાનગરપાલિકાના વહીવટી વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ આ બદલીઓ પાછળ માત્ર કામગીરીની બેદરકારી જ નહીં પરંતુ અંદરોઅંદરનું રાજકારણ પણ ભાગ ભજવી ગયું છે. કમિશનરની તપાસથી વગદાર કોન્ટ્રાક્ટરોમાં ફાળ આમ તો કમિશનરની તપાસથી વગદાર કોન્ટ્રાક્ટરોમાં ફાળ પડી હતી. જેના પગલે તંત્રમાં મજબૂત પકડ ધરાવતા આઉટસોર્સિંગ અધિકારીઓ સક્રિય થયા હતા. અગાઉના ઉચ્ચ અધિકારીઓ સાથે નિકટતા ધરાવતા સ્ટાફને સાણસામાં લઈને સાઈડલાઈન કરવામાં આવ્યા હોવાની અટકળો વહેતી થઈ છે. અધિકારીઓને ખસેડીને સત્તાનું નવું કેન્દ્રીકરણ સત્તાવાર રીતે આ બદલીઓનો હેતુ કામગીરીની ગુણવત્તા સુધારવાનો અને સમયપાલન સુનિશ્ચિત કરવાનો દર્શાવાયો છે, પરંતુ લાઈમલાઈટમાં રહેતા અધિકારીઓને ખસેડીને સત્તાનું નવું કેન્દ્રીકરણ કરવાની આઉટસોર્સિંગ સ્ટાફની સ્ટ્રેટેજી કેટલી સફળ રહી છે તે અંગે પણ જાતજાતના તર્કવિતર્ક થઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    દમણના ડાભેલમાં સંબંધીના ઘરમાં ચોરી કરનાર ઉત્તર પ્રદેશથી ઝડપાયો:લાખોના દાગીના અને રોકડ ચોરી કરી હતી, FIR બાદ ફરાર હતો
    Next Article
    સાવરકુંડલાના ભેંકરા ગામે ખુલ્લા કૂવામાં ખાબકેલા સિંહનું રેસ્ક્યૂ:વન વિભાગે સુરક્ષિત બહાર કાઢી જરૂરી સારવાર આપી; એક જ દિવસમાં ફરી તેના ગ્રુપ સાથે મુક્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment