Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવરકુંડલાના ભેંકરા ગામે ખુલ્લા કૂવામાં ખાબકેલા સિંહનું રેસ્ક્યૂ:વન વિભાગે સુરક્ષિત બહાર કાઢી જરૂરી સારવાર આપી; એક જ દિવસમાં ફરી તેના ગ્રુપ સાથે મુક્ત કર્યો

    1 day ago

    અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓ ખુલ્લા કૂવામાં ખાબકવાની ઘટનાઓ વચ્ચે સાવરકુંડલા તાલુકાના ભેંકરા ગામે વધુ એક બનાવ સામે આવ્યો છે. અહીં ખેડૂતની વાડીમાં આવેલા ખુલ્લા કૂવામાં એક સિંહ ખાબક્યો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સફળ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી સિંહને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢ્યો હતો. હકાભાઈ જીંજાળાની વાડીમાં બન્યો બનાવ ભેંકરા ગામના ખેડૂત હકાભાઈ જીંજાળાની વાડીમાં આવેલા ખુલ્લા કૂવામાં સિંહ પડી ગયો હતો. આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતાં સાવરકુંડલા RFO સહિત વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વન વિભાગના કર્મચારીઓએ જરૂરી કામગીરી હાથ ધરી સિંહને કોઈ મોટી ઈજા ન થાય તે રીતે સુરક્ષિત બહાર કાઢ્યો હતો. સારવાર બાદ સિંહને ગ્રુપ સાથે મુક્ત કરાયો કૂવામાંથી બહાર કાઢ્યા બાદ સિંહને જરૂરી સારવાર આપવામાં આવી હતી. સારવાર પૂર્ણ થયા બાદ માત્ર એક જ દિવસમાં સિંહને સુરક્ષિત રીતે તેના ગ્રુપ સાથે ફરી મુક્ત કરવામાં આવ્યો હતો. વન વિભાગની સમયસરની કામગીરી અને સતર્કતાને કારણે કૂવામાં ખાબકેલા સિંહનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. ખુલ્લા કૂવા વન્યજીવો માટે જોખમી અમરેલી જિલ્લામાં સિંહોની વધતી સંખ્યા સાથે વન્યપ્રાણીઓ ખુલ્લા કૂવામાં ખાબકવાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે. આવા બનાવોમાં વન્યજીવોના જીવ જોખમમાં મુકાય છે. ભેંકરા ગામની આ ઘટનામાં વન વિભાગની ત્વરિત કામગીરીથી સિંહને સુરક્ષિત બચાવી ફરી કુદરતી વાતાવરણમાં તેના ગ્રુપ સાથે મુક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મ્યુનિસિપલ કમિશનરની સિક્રેટ તપાસ બાદ ધડાકો:ગાંધીનગર મનપામાં 9 અધિકારીઓની બદલી, એન્જિનિયરિંગ શાખામાં વ્યાપક ફેરબદલ થતા અંદરખાને રાજકારણ ગરમાયું
    Next Article
    PM Modi Says 'Parasite' Congress Hurts Dissent Movements, 'Honest Critics'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment