Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી મનપાની સ્થાયી સમિતિમાં 19 સોસાયટીઓની દરખાસ્તને મંજૂરી:ચલા અજીતનગરમાં 28 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી 10 દિવસ સ્વદેશી મેળો યોજાશે

    1 day ago

    વાપી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક ગુરુવારે સમિતિના અધ્યક્ષ સતીશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં શહેરના વિકાસકામો, જાહેર સુવિધાઓ અને વહીવટી વ્યવસ્થાને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રાજ્ય સરકારની રહેણાંક સોસાયટીઓ માટેની 70:30 જનભાગીદારી યોજના હેઠળ મળેલી 19 સોસાયટીઓની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. આ દરખાસ્તો જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે. સેક્રેટરી વિભાગ અને ફાયર વિભાગમાં ભરતી અંગે ચર્ચા મનપાના સેક્રેટરી વિભાગમાં આઉટસોર્સિંગના આધારે બે ક્લાર્ક અને એક પટાવાળાની સેવા મેળવવા અંગેની દરખાસ્ત બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત ફાયર વિભાગમાં કરાર આધારિત ભરતી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મનપાના વિવિધ વિભાગોમાં ચાલી રહેલાં વિકાસકામોની સમયમર્યાદા વધારવાની દરખાસ્તો પર પણ વિચારણા કરવામાં આવી હતી. સમિતિએ વિકાસકામો સમયસર પૂર્ણ થાય, કામોની ગુણવત્તા જળવાઈ રહે અને નાગરિકોને જરૂરી સુવિધાઓનો લાભ મળે તે બાબત પર ભાર મૂક્યો હતો. ચલા અજીતનગરમાં 10 દિવસ સ્વદેશી મેળાનું આયોજન ‘લોકલ ફોર વોકલ’ના સૂત્રને પ્રોત્સાહન આપવા વાપી મનપા દ્વારા ચલા અજીતનગર ખાતે 28 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી 10 દિવસના સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવશે. આ મેળા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની સાથે સ્થાનિક સ્તરે ઉત્પાદિત વસ્તુઓને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. સ્થાયી સમિતિના અધ્યક્ષ સતીશભાઈ પટેલે તમામ વોર્ડના કાઉન્સિલરોને પોતાના વિસ્તારોમાં નાગરિકો સુધી મેળાની માહિતી પહોંચાડવા અને વધુમાં વધુ લોકો મેળામાં ભાગ લે તે માટે અપીલ કરી હતી. બેઠકમાં મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા સ્થાયી સમિતિની આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર એન.એફ. ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર વિશાલ પટેલ સહિત વિવિધ શાખાના અધ્યક્ષો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન મ્યુનિસિપલ સેક્રેટરી રીતેશભાઈ વાળંદે કર્યું હતું. બેઠકમાં શહેરના વિકાસ અને વહીવટી કામગીરીને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    IIA સેન્ટર દ્વારા ‘રંગ રાસ ’26’ ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ:માનસરોવર ફાર્મ ખાતે આર્કિટેક્ટ્સે પરંપરાગત ગરબા રમવાનો આનંદ માણ્યો
    Next Article
    દમણના ડાભેલમાં સંબંધીના ઘરમાં ચોરી કરનાર ઉત્તર પ્રદેશથી ઝડપાયો:લાખોના દાગીના અને રોકડ ચોરી કરી હતી, FIR બાદ ફરાર હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment