Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી પોલીસ હેડક્વાર્ટરમાં SP રાહુલ પટેલે શસ્ત્ર પૂજન કર્યું:પત્ની સાથે શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરી, અશ્વ અને સરકારી વાહનોનું પણ પૂજન

    9 hours ago

    વિજયાદશમી (દશેરા) પર્વ નિમિત્તે નવસારી જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. નવસારી પોલીસ હેડક્વાર્ટર ખાતે SP રાહુલ પટેલ અને તેમના પત્નીએ વિધિવત પૂજા કરી હતી. પોલીસ હેડક્વાર્ટર ખાતે શણગારેલા મંડપમાં રાઈફલ્સ અને પિસ્તોલ જેવા આધુનિક શસ્ત્રો પૂજન માટે ગોઠવવામાં આવ્યા. વૈદિક બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી આ શસ્ત્રોનું પૂજન કરાયું. પોલીસ વિભાગના અશ્વોને તિલક કરી ફૂલહાર અર્પણ કરાયા. સરકારી વાહનો પર પણ કુમકુમ અને ફૂલ ચઢાવી પૂજાવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે SP રાહુલ પટેલ અને તેમના પત્ની સાથે DySP, ચીખલીના PI પ્રવીણ પટેલીયા, બીલીમોરાના PI અશ્વિન સરવૈયા અને LCBના PI સહિત ઘણા અધિકારીઓ અને પોલીસ જવાનો હાજર રહ્યા. પોલીસે આ દિવસે દેશ અને નાગરિકોની સુરક્ષાનો સંકલ્પ વધુ મજબૂત કર્યો. કાર્યક્રમના અંતે અધિકારીઓ અને જવાનોએ 'જય હિન્દ, જય ભારત'ના નારા લગાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં રિવાબા જાડેજાએ શસ્ત્રપૂજન કર્યું:ક્ષત્રિય સમાજ દ્વારા શૌર્ય અને સાહસના પ્રતીકરૂપ શસ્ત્રપૂજનનો કાર્યક્રમ; પૂર્વ મંત્રી હકુભા જાડેજા સહિતના મહાનુભાવો જોડાયા
    Next Article
    ભાવનગરમાં વિજયાદશમીએ શસ્ત્ર પૂજન:ગોહિલવાડ વાસીઓએ ગરબાનું ઉથાપન કરી જલેબી-ચોળાફળીની જ્યાફત માણી, સાંજે રાવણ દહન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment