Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં રિવાબા જાડેજાએ શસ્ત્રપૂજન કર્યું:ક્ષત્રિય સમાજ દ્વારા શૌર્ય અને સાહસના પ્રતીકરૂપ શસ્ત્રપૂજનનો કાર્યક્રમ; પૂર્વ મંત્રી હકુભા જાડેજા સહિતના મહાનુભાવો જોડાયા

    12 hours ago

    જામનગરમાં વિજયાદશમીના પવિત્ર પર્વ પ્રસંગે રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત શસ્ત્રપૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.આ મહોત્સવમાં રાજ્યના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા તેમજ પૂર્વ મંત્રી હકુભા જાડેજા સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સમાજના વિવિધ અગ્રણીઓ અને આગેવાનોની હાજરીમાંશૌર્ય, સાહસ અને અધર્મ પર ધર્મના વિજયના પ્રતીકરૂપે વિધિવત રીતે પરંપરાગત શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું 'યુવા પેઢીને રાષ્ટ્ર ઉત્થાનના માર્ગદર્શનનું પર્વ' આ પ્રસંગે ઉપસ્થિત રહેલા શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ સમગ્ર ક્ષત્રિય સમાજ અને નગરજનોને વિજયાદશમી પર્વની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવવા સાથે જણાવ્યું હતું કે, આસો નવરાત્રિના પવિત્ર નોરતા બાદ ઉજવાતો દશહેરાનો પર્વ અસત્ય પર સત્યના અને અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે. તેમણે પ્રભુ શ્રી રામચંદ્રજી અને જગતજનની મા આશાપુરાના ચરણોમાં શિશ નમાવીને સૌ નાગરિકોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સમાજની એકતા અને અખંડિતતા સાથે યુવા પેઢીને સમાજ ઉત્થાન તેમજ રાષ્ટ્ર ઉત્થાનના માર્ગે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે જ આજના પર્વનો મુખ્ય ઉદેશ્ય છે ઇતિહાસને યાદ કરીને પરંપરાઓનું જતન કરવા પર વિશેષભાર વર્ષોથી ચાલી આવતી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખવાના ઉદ્દેશ્યથી દર વર્ષે યોજાતા આ મહોત્સવમાં ઉપસ્થિત રાજકીય અને સામાજિક નેતાઓએ સમાજના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરીને પરંપરાઓનું જતન કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. સંસ્કૃતિ અને એકતાના સંદેશ સાથે કાર્યક્રમ સંપન્ન કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજની પ્રાચીન પરંપરા, સમૃદ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનું જતન કરવા અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી. વિજયાદશમીના આ મહોત્સવના માધ્યમથી સમાજમાં એકતા, મજબૂત સંગઠન અને પરસ્પર ભાઈચારાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર આયોજન અત્યંત પવિત્ર અને ધાર્મિક વાતાવરણમાં ઉત્સાહપૂર્વક યોજાયું હતું અને ઉપસ્થિત સૌએ પોતાના સાંસ્કૃતિક મૂલ્યોને આગળ ધપાવવાનો સંકલ્પ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં ગીરાસદાર રાજપૂત સમાજે વિજયાદશમી પર્વે શસ્ત્ર પૂજન કર્યું:વિદ્યાર્થી સન્માન અને સ્નેહમિલન સહિતના ત્રિવિધ કાર્યક્રમ યોજાયા; મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા
    Next Article
    નવસારી પોલીસ હેડક્વાર્ટરમાં SP રાહુલ પટેલે શસ્ત્ર પૂજન કર્યું:પત્ની સાથે શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરી, અશ્વ અને સરકારી વાહનોનું પણ પૂજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment