Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં વિજયાદશમીએ શસ્ત્ર પૂજન:ગોહિલવાડ વાસીઓએ ગરબાનું ઉથાપન કરી જલેબી-ચોળાફળીની જ્યાફત માણી, સાંજે રાવણ દહન

    9 hours ago

    નવરાત્રિના સમાપન બાદ ભાવનગરમાં વિજયા દશમી એટલે કે દશેરાના પર્વની સંપૂર્ણ શ્રદ્ધા અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગોહિલવાડ વાસીઓએ ગરબાનું વિધિવત ઉથાપન કરી માતાજીને જલેબી અને ચોળાફળીનો નૈવેદ્ય ધરી અવનવી વાનીઓની ભરપેટ જ્યાફત માણી હતી. આ પ્રસંગે ક્ષત્રિય સમાજ અને શસ્ત્ર ધારકો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજન કરાયું હતું, જ્યારે સાંજે શહેરના બે સ્થળોએ પરંપરાગત રીતે રાવણ દહન અને આતશબાજીના કાર્યક્રમો યોજાયા હતા. મીઠાઈ-ફરસાણની દુકાનો પર ગ્રાહકોની ભારે ભીડ જામી દશેરાના પવિત્ર દિવસે જલેબી અને ચોળાફળી આરોગવાની પ્રાચીન પરંપરા અકબંધ રાખતાં વહેલી સવારથી જ ફરસાણની દુકાનો પર લોકોની લાંબી કતારો જોવા મળી હતી. બજારમાં સામાન્ય જલેબી રૂ. 240, શુદ્ધ ઘીની જલેબી રૂ. 480, ચોળાફળી રૂ. 480 અને પાપડી ગાંઠિયા રૂ. 320 પ્રતિ કિલોના ભાવે વેચાયા હતા. દવે મીઠાઈવાળાના જણાવ્યા મુજબ, લોકોએ ઉત્સાહભેર અવનવી મીઠાઈઓ અને ફાફડા-જલેબીની ધૂમ ખરીદી કરી તહેવાર મનાવ્યો હતો. શહેરના બે સ્થળોએ પરંપરાગત રાવણ દહન યોજાયું અસત્ય પર સત્યના વિજયના પ્રતિક સમો રાવણ દહનનો કાર્યક્રમ ભાવનગરમાં બે મુખ્ય સ્થળોએ આયોજિત કરાયો હતો. જવાહર મેદાન ખાતે સિંધી સમાજ દ્વારા અને ચિત્રા યાર્ડમાં બજરંગ વિકાસ સમિતિના ઉપક્રમે રાવણ દહનની સાથે ભવ્ય આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેર અને જિલ્લામાં વિવિધ સ્થળે કુમારીકા પૂજન પણ કરાયું હતું.
    Click here to Read More
    Previous Article
    નવસારી પોલીસ હેડક્વાર્ટરમાં SP રાહુલ પટેલે શસ્ત્ર પૂજન કર્યું:પત્ની સાથે શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરી, અશ્વ અને સરકારી વાહનોનું પણ પૂજન
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:બાલાજી રેસીડેન્સીમાં નવરાત્રીના નવમા દિવસે આરતી, પંકજભાઈ પટેલ પરિવારે મા જગદંબાની આરતી ઉતારી, ભક્તિમય માહોલ છવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment