Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં મધરાત નવરાત્રીમાં ખેલૈયાઓ ઝૂમ્યા:સ્વાગત ગ્રુપ દ્વારા આયોજિત મહોત્સવમાં SP ગોહિલ અને સિદ્ધાર્થભાઈ પટેલ પણ જોડાયા

    14 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હાઈવે રોડ પર પ્રથમવાર 'મધરાત નવરાત્રી 2026'નું આયોજન કરાયું હતું. સ્વાગત ગ્રુપ દ્વારા આયોજિત આ મહોત્સવમાં લોકપ્રિય ગાયિકા હિરલ રાવલના સૂર પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ અને ગરબા પ્રેમીઓ આ મહોત્સવમાં જોડાયા હતા. ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને શામળાજી વિષ્ણુ મંદિરના સિદ્ધાર્થભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં આરતી પણ ઉતારવામાં આવી હતી. આયોજકો દ્વારા કોઈપણ ઈમરજન્સી માટે મેડિકલ, ઈમરજન્સી અને ફાયર વિભાગની સેવાઓની વ્યવસ્થા પણ કરાઈ હતી. આ આયોજન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ખાડી પૂરના કાયમી ઉકેલ માટે ₹500 કરોડનો માસ્ટર પ્લાન:મીઠી ખાડીમાં 22 કરોડના ખર્ચે 13 કિમીમાં 4 ફૂટ સુધી ડ્રેજિંગ કરાશે; ઝીંગા તળાવો હટાવવા ડિસેમ્બર સુધીની મુદત
    Next Article
    મોટર વાહન નિરીક્ષક વર્ગ-2ના 85 અધિકારીની એકસાથે બદલી:અમદાવાદ, સુરત, વડોદરા અને મહેસાણા સહિતની કચેરીઓ પ્રભાવિત, જુઓ લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment