Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટર વાહન નિરીક્ષક વર્ગ-2ના 85 અધિકારીની એકસાથે બદલી:અમદાવાદ, સુરત, વડોદરા અને મહેસાણા સહિતની કચેરીઓ પ્રભાવિત, જુઓ લિસ્ટ

    15 hours ago

    ગુજરાતના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોટર વાહન ખાતામાં મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. વિભાગે રાજ્યમાં ફરજ બજાવતા વર્ગ-2ના મોટર વાહન નિરીક્ષક (મલ્ટીપલ મોટર વહિકલ ઇન્સ્પેક્ટર) સ્તરના આશરે 85 અધિકારીઓની એકસાથે બદલીના હુકમો જારી કર્યા છે. આ બદલીઓથી રાજ્યની વિવિધ આરટીઓ અને એઆરટીઓ કચેરીઓની કામગીરી અને જવાબદારીઓમાં મોટો ફેરફાર થશે. લિસ્ટ માટે ક્લિક કરો… મોટર વાહન નિરીક્ષક, વર્ગ-2 અધિકારી બદલી બદલી પામેલા અધિકારીઓની નવી કચેરીઓની યાદી જાહેર બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા અધિકૃત આદેશમાં અધિકારીઓની હાલની કચેરીની સામે તેમની નવી નિમણૂકની જગ્યાઓની વિગતો જાહેર કરાઈ છે. આ બદલીની યાદીમાં અમદાવાદ, સુરત, વડોદરા, નવસારી, મહેસાણા, પાલનપુર, વલસાડ સહિત રાજ્યના તમામ મુખ્ય જિલ્લાઓની કચેરીઓમાં ફરજ બજાવતા નિરીક્ષકોનો સમાવેશ થાય છે. વહીવટી તંત્રમાં ગતિશીલતા લાવવાનો હેતુ મોટર વાહન વિભાગના વર્ગ-2ના અધિકારીઓની મોટા પાયે થયેલી આ સામૂહિક બદલી પાછળ વહીવટી કામગીરીમાં પારદર્શકતા અને ગતિશીલતા લાવવાનો હેતુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બદલીનો આદેશ તાત્કાલિક અસરથી અમલી બનશે અને તમામ સંબંધિત અધિકારીઓને તેમની નવી નિમણૂકની જગ્યાએ વહેલી તકે હાજર થઈ ફરજ સંભાળવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં મધરાત નવરાત્રીમાં ખેલૈયાઓ ઝૂમ્યા:સ્વાગત ગ્રુપ દ્વારા આયોજિત મહોત્સવમાં SP ગોહિલ અને સિદ્ધાર્થભાઈ પટેલ પણ જોડાયા
    Next Article
    બી.આર.સી. ભવનમાં દિવ્યાંગ બાળકો સાથે નવરાત્રી મહોત્સવ ઉજવાયો:લાયન્સ ક્લબ દ્વારા બાળકોને ભેટ આપી ભોજન કરાવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment