Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બી.આર.સી. ભવનમાં દિવ્યાંગ બાળકો સાથે નવરાત્રી મહોત્સવ ઉજવાયો:લાયન્સ ક્લબ દ્વારા બાળકોને ભેટ આપી ભોજન કરાવાયું

    15 hours ago

    સુરેન્દ્રનગરમાં લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર રોયલ અને બી.આર.સી. ભવન, વઢવાણ દ્વારા દિવ્યાંગ બાળકો સાથે નવરાત્રી મહોત્સવ ઉજવાયો. આ કાર્યક્રમ ૧૪ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ બી.આર.સી. ભવન, વઢવાણ ખાતે યોજાયો હતો. દિવ્યાંગ બાળકો પણ નવરાત્રીની ખુશી માણી શકે તે હેતુથી આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન બાળકોને કાંડા ઘડિયાળ અને બ્રેસલેટ ભેટમાં અપાયા, જેથી તેમના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. આ પ્રસંગે દિવ્યાંગ બાળકોએ માતાજીની આરતી ઉતારી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું. બાળકોએ ઉત્સાહથી ભાગ લઈને નવરાત્રી પર્વને યાદગાર બનાવ્યો. કાર્યક્રમના અંતે પાવભાજી, પુલાવ, ગુલાબજાંબુ, પાપડ, સલાડ, છાશ અને મુખવાસ સહિતના ભોજનની વ્યવસ્થા હતી. આ પ્રયાસથી દિવ્યાંગ બાળકોને પ્રેમ અને આત્મીયતાનો અનુભવ થયો.
    Click here to Read More
    Previous Article
    મોટર વાહન નિરીક્ષક વર્ગ-2ના 85 અધિકારીની એકસાથે બદલી:અમદાવાદ, સુરત, વડોદરા અને મહેસાણા સહિતની કચેરીઓ પ્રભાવિત, જુઓ લિસ્ટ
    Next Article
    લાલપુરમાં રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂક્યાની ફરિયાદ:સણોસરીની સીમમાં કાનાલુશ–પોરબંદર ટ્રેનના એન્જિન સાથે અથડાયો, તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment