Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરમાં રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂક્યાની ફરિયાદ:સણોસરીની સીમમાં કાનાલુશ–પોરબંદર ટ્રેનના એન્જિન સાથે અથડાયો, તપાસ શરૂ

    16 hours ago

    જામનગરના લાલપુર તાલુકામાં રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો મૂકવાની ઘટના બની છે. સણોસરી ગામની સીમમાં આશરે ત્રણ ફૂટ લાંબો લોખંડનો ટુકડો ટ્રેક પર મૂકાયો હતો. આ અંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગત 13 ઓક્ટોબર, 2026ના રોજ બપોરે 12:15થી 2:28 વાગ્યા દરમિયાન કાનાલુશ–પોરબંદર ટ્રેન નંબર 59205 પસાર થતી વખતે આ જૂનો લોખંડનો ટુકડો ટ્રેનના એન્જિન સાથે અથડાયો હતો. ઘટનાની જાણ ભાવનગર રેલવે એન્જિનિયરિંગ કંટ્રોલને કરાઈ. રેલવેના જુનિયર સેક્શન એન્જિનિયર રાજેશભાઈ મીનાએ તપાસ કરતા ટ્રેક અને કોંક્રિટ સ્લીપર પર ઘસારાના નિશાન મળ્યા. ટ્રેનના એન્જિનને પણ નુકસાન થયું હતું. રેલવે કર્મચારી રાજેશભાઈ મીનાની ફરિયાદના આધારે લાલપુર પોલીસે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. રેલવે ટ્રેનને અડચણ ઊભી કરવા અને મુસાફરોને નુકસાન પહોંચાડવાના ઇરાદે આ ટુકડો મૂકાયો હોવાની આશંકા છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બી.આર.સી. ભવનમાં દિવ્યાંગ બાળકો સાથે નવરાત્રી મહોત્સવ ઉજવાયો:લાયન્સ ક્લબ દ્વારા બાળકોને ભેટ આપી ભોજન કરાવાયું
    Next Article
    Meet Jean-Eric Paquet, EU Ambassador Set To Speak At NDTV World Summit 2026

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment