Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાડી પૂરના કાયમી ઉકેલ માટે ₹500 કરોડનો માસ્ટર પ્લાન:મીઠી ખાડીમાં 22 કરોડના ખર્ચે 13 કિમીમાં 4 ફૂટ સુધી ડ્રેજિંગ કરાશે; ઝીંગા તળાવો હટાવવા ડિસેમ્બર સુધીની મુદત

    13 hours ago

    સુરત શહેરમાં આ ચોમાસા દરમિયાન એક કે બે વાર નહીં પણ ત્રણ-ત્રણ વખત ખાડી પૂરના પાણી ફરી વળતાં હજારો પરિવારોએ ભારે તારાજીનો સામનો કરવો પડ્યો હતો. હવે આ મુશ્કેલીમાંથી સુરતીઓને કાયમી મુક્તિ અપાવવા માટે રાજ્ય સરકારે મક્કમ પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે. સમગ્ર યોજના હેઠળ પ્રાથમિક તબક્કે મીઠી ખાડીમાં આશરે 22 કરોડનો તોતિંગ ખર્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ 22 કરોડના ખર્ચે મીઠી ખાડીના 13 કિલોમીટર લાંબા વિસ્તારમાં ત્રણથી ચાર ફૂટ ઊંડાઈ સુધી ડ્રેજિંગ (કાંપ અને કાદવ કાઢવાની કામગીરી) હાથ ધરાશે, જેથી ચોમાસા દરમિયાન પાણીનો પ્રવાહ અવરોધાયા વગર સરળતાથી વહી શકે અને નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પૂરનું જોખમ ટાળી શકાય. ખાડી પૂર નિવારણ માટે 500 કરોડનો માસ્ટર પ્લાન ખાડી પૂરની ગંભીર સ્થિતિને જોતાં ગાંધીનગર ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ અને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સિંચાઈ મંત્રી ઈશ્વર પટેલ સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને નિષ્ણાત એજન્સીઓના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં દર વર્ષે સર્જાતી ખાડી પૂરની આપત્તિના કાયમી નિવારણ માટે 500 કરોડથી વધુના મહત્વાકાંક્ષી માસ્ટર પ્લાનની દિશામાં આગળ વધવા અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ યોજનાના ભાગરૂપે પાણીના નિકાલ માર્ગને સરળ બનાવવા અને પૂરની તીવ્રતા ઘટાડવા માટે ટૂંકા અને લાંબા ગાળાના પ્રોજેક્ટ્સની રૂપરેખા તૈયાર કરાઈ છે. ઝીંગા તળાવો દૂર કરવા ડિસેમ્બર સુધીની મહેતલ ખાડીના કુદરતી પ્રવાહને રોકતા અને પાણીના નિકાલમાં મોટો અવરોધ બનતા ઝીંગા તળાવો તેમજ અન્ય ગેરકાયદે દબાણો દૂર કરવા માટે તંત્રએ આકરી નીતિ અપનાવી છે. આ તમામ દબાણો દૂર કરવા માટે આગામી ડિસેમ્બર માસ સુધીની આખરી મહેતલ (ડેડલાઇન) આપી દેવામાં આવી છે. ખજોદથી ઉપરના વિસ્તાર સુધી આ વિસ્તૃત કામગીરી હાથ ધરવામાં આવશે. ખાડીના પ્રવાહને પુનઃ યોગ્ય સ્વરૂપ આપવા માટે સિંચાઈ વિભાગની સાથે કલેક્ટર તંત્ર અને સુરત મહાનગરપાલિકા (SMC) સંયુક્ત મોરચો સંભાળશે. આ ત્રિસ્તરીય સંકલન થકી ખાડી માર્ગમાં કરાયેલા તમામ ગેરકાયદે બાંધકામો ઝડપથી હટાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. મંત્રી અને સ્થાનિક નેતાઓ રવિવારે ખાડી વિસ્તારોનું નિરીક્ષણ કરશે આગામી રવિવારે સિંચાઈ મંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં ખાડી વિસ્તારોની સીધી સ્થળ મુલાકાત યોજવામાં આવશે. આ નિરીક્ષણ દરમિયાન સ્થાનિક ધારાસભ્યો કુમાર કાનાણી, પ્રવીણ ઘોઘારી અને સંગીતા પાટીલ તેમજ મેયર માયાબેન માવાણી, સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ અને શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ સહિતના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ ટીમ મીઠી ખાડી અને ભેદવાડ ખાડીના અત્યંત સાંકડા બનેલા પટ્ટા, ગેરકાયદે ઊભા થયેલા દબાણો અને જે-તે સ્થળોએ ડ્રેજિંગની પ્રત્યક્ષ જરૂરિયાતની ઝીણવટભરી સમીક્ષા કરશે, જેથી જમીની વાસ્તવિકતા મુજબ કામગીરી તાત્કાલિક શરૂ કરી શકાય. ચોમાસા પહેલાં સમયસર કામગીરી પૂર્ણ કરવાનો મોટો પડકાર હવે સૌથી મોટો સવાલ એ છે કે આગામી ચોમાસું બેસે તે પહેલાં ડ્રેજિંગ, દબાણો હટાવવા અને સાંકડા પટને પહોળો કરવાની કામગીરી કેટલી ગતિથી પૂર્ણ થાય છે. છેલ્લા ચોમાસામાં લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ જવાથી અબજો રૂપિયાનું આર્થિક નુકસાન અને વ્યાપક હાલાકી વેઠવી પડી હતી. તેથી જ ₹22 કરોડના ડ્રેજિંગ પ્રોજેક્ટ સહિત ખાડી વિસ્તારોને ખુલ્લા કરવાના આ મહા-અભિયાન પર સુરતના હજારો પરિવારોની મીટ મંડાયેલી છે. જો સમયમર્યાદામાં આ તમામ કામગીરી પૂર્ણ થશે તો જ સુરત શહેરને આગામી ચોમાસામાં ખાડી પૂરના પ્રકોપમાંથી સાચી મુક્તિ મળી શકશે.
    Click here to Read More
    Previous Article
    2027 પહેલાં ભાજપ આદિવાસી મતદારોને રીઝવવા મેદાને:અંબાજીથી ઉમરગામ સુધી મિજાજ પારખશે, 27 બેઠકો પર જીતનું ગણિત સમજવા 4 મંત્રીઓને સોંપાઈ જવાબદારી, ગામડાંમાં કરશે રાત્રિ રોકાણ
    Next Article
    હિંમતનગરમાં મધરાત નવરાત્રીમાં ખેલૈયાઓ ઝૂમ્યા:સ્વાગત ગ્રુપ દ્વારા આયોજિત મહોત્સવમાં SP ગોહિલ અને સિદ્ધાર્થભાઈ પટેલ પણ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment