Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2027 પહેલાં ભાજપ આદિવાસી મતદારોને રીઝવવા મેદાને:અંબાજીથી ઉમરગામ સુધી મિજાજ પારખશે, 27 બેઠકો પર જીતનું ગણિત સમજવા 4 મંત્રીઓને સોંપાઈ જવાબદારી, ગામડાંમાં કરશે રાત્રિ રોકાણ

    12 hours ago

    ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણીને હજુ સમય છે, પરંતુ ભાજપે અત્યારથી જ ચૂંટણીલક્ષી તૈયારીઓ તેજ કરી દીધી છે. ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રભારી તરુણ ચુગના માર્ગદર્શન હેઠળ પાર્ટીએ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આદિવાસી વિસ્તારોની 27 બેઠકો પર સંગઠન મજબૂત કરવા અને સરકારી યોજનાઓની પહોંચ વધારવા માટે ભાજપે મંત્રીઓને વિશેષ જવાબદારી સોંપી છે. આ જ રણનીતિના ભાગરૂપે નર્મદામાં ભાજપ આદિજાતિ મોરચાની મહત્વની બેઠક યોજાઈ હતી. બીજી તરફ, ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે દાવો કર્યો છે કે આદિવાસી સમાજને ભાજપનું સમર્થન મળી રહ્યું છે અને સરકારની યોજનાઓથી સમાજ મુખ્ય પ્રવાહમાં જોડાયો છે. 27 બેઠકો પર ભાજપનું ફોકસ, 4 નેતાઓને વિશેષ જવાબદારી ભાજપે મિશન 2027 અંતર્ગત આદિવાસી વિસ્તારોમાં જનસંપર્ક વધારવા અને સ્થાનિક સંગઠનની કામગીરીની સમીક્ષા કરવા માટે મંત્રી પ્રવીણ માળી, નરેશ પટેલ, ડૉ. પ્રદ્યુમ્ન વાજા અને પી. સી. બરંડા સહિતના નેતાઓને જવાબદારી સોંપી છે. આ નેતાઓએ માત્ર બેઠક કે કાર્યક્રમો સુધી મર્યાદિત રહેવાને બદલે સીધા ગામડાંમાં જઈને લોકો સાથે સંવાદ કરવાનો રહેશે. મંત્રીઓ આદિવાસી વિસ્તારોમાં 3 દિવસ અને 4 રાત રોકાણ કરશે ભાજપની યોજના મુજબ, મંત્રીઓએ આદિવાસી વિસ્તારોમાં 3 દિવસ અને 4 રાત રોકાણ કરવાનું રહેશે. આ દરમિયાન સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે છે કે નહીં, સ્થાનિક સ્તરે સંગઠન કેટલું સક્રિય છે અને લોકોના મુખ્ય પ્રશ્નો શું છે તેની માહિતી મેળવવામાં આવશે. મંત્રીઓને શું ટાસ્ક અપાયો? 3 દિવસ અને 4 રાત રોકાણ: અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં રહીને કામગીરી કરવી. સંગઠનની સમીક્ષા: સ્થાનિક કાર્યકરો અને હોદ્દેદારો સાથે બેઠક કરીને સંગઠનની સ્થિતિ જાણવી. સરકારી યોજનાઓનું રિયાલિટી ચેક: લાભાર્થીઓને યોજનાઓનો લાભ મળે છે કે નહીં તેની તપાસ કરવી. લોકો સાથે સીધો સંવાદ: સ્થાનિક પ્રશ્નો, ફરિયાદો અને અપેક્ષાઓ જાણવી. ગ્રાઉન્ડ રિપોર્ટ: વિસ્તારની સ્થિતિનો અહેવાલ તૈયાર કરીને પ્રદેશ નેતૃત્વ અને સરકારને સોંપવો. આદિવાસી સમાજ મુખ્ય પ્રવાહમાં જોડાયો છે: ડૉ. અનિલ પટેલ ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે આદિવાસી વિસ્તારોમાં પાર્ટીની કામગીરી અને સરકારની યોજનાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, મોટાભાગની આદિવાસી બેઠકો પર ભાજપને જનસમર્થન મળ્યું છે. તેમના જણાવ્યા મુજબ, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી. આદિવાસી વિસ્તારો માટે વિશેષ બજેટની ફાળવણી પણ કરવામાં આવે છે. ‘ભાજપ આદિવાસી વિસ્તારોના વિકાસ અને સમાજને મળતા લાભો પર ભાર મૂકી રહી છે’ ડૉ. અનિલ પટેલે વધુમાં જણાવ્યું કે, આદિવાસી સમાજ આજે મુખ્ય પ્રવાહમાં જોડાયો છે. ભાજપ આદિવાસી વિસ્તારોના વિકાસ અને સમાજને મળતા લાભો પર ભાર મૂકી રહી છે. તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે 2027ની ચૂંટણી પહેલાં ભાજપ આદિવાસી સમાજ સુધી પોતાની સરકારની કામગીરી પહોંચાડવા અને રાજકીય જનસંપર્ક વધારવા માગે છે. 2022નાં પરિણામો: અનેક બેઠકો પર મતોનું રસાકસીભર્યું ગણિત વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પર નજર કરીએ તો આદિવાસી પટ્ટાની કેટલીક બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ-AAPના સંયુક્ત મત વચ્ચેનો તફાવત ઓછો હતો. મોરવા હડફમાં ભાજપને 62,427 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસ અને AAPને મળીને 55,204 મત મળ્યા હતા. સંતરામપુરમાં ભાજપને 62,533 અને બંને પક્ષોને સંયુક્ત રીતે 58,941 મત મળ્યા હતા. ગરબાડામાં ભાજપને 70,543 અને કોંગ્રેસ-AAPને મળીને 68,197 મત મળ્યા હતા. દાંતા અને ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસે જીત મેળવી બીજી તરફ, દાંતા અને ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી. દાંતામાં કોંગ્રેસને 85,134 મત સામે ભાજપને 78,807 મત મળ્યા હતા. ખેડબ્રહ્મામાં કોંગ્રેસને 67,349 અને ભાજપને 49,964 મત મળ્યા હતા. આ આંકડા દર્શાવે છે કે આદિવાસી પટ્ટામાં સ્થાનિક સંગઠન, ઉમેદવારોની લોકપ્રિયતા અને વિપક્ષી મતોનું વિભાજન ચૂંટણીનાં પરિણામોમાં અસરકારક બની શકે છે. જોકે, કોંગ્રેસ અને AAPના મતોને સીધા જોડવાથી ચૂંટણીનું સંભવિત પરિણામ નક્કી થઈ જતું નથી. ભાજપની રણનીતિ પાછળનું ગણિત શું? ભાજપનો પ્રયાસ આદિવાસી વિસ્તારોમાં સંગઠનને વધુ સક્રિય બનાવવા, સરકારી યોજનાઓની અસરકારકતા ચકાસવા અને સ્થાનિક સ્તરે લોકો સાથેનો સંપર્ક વધારવાનો છે. મંત્રીઓના રોકાણ દરમિયાન વિકાસનાં કામો, રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને સ્થાનિક સુવિધાઓ સહિતના મુદ્દાઓની માહિતી મેળવવામાં આવશે. તેના આધારે સરકાર અને સંગઠન વચ્ચે સંકલન વધારવાની સાથે જરૂરી સુધારાની દિશામાં કામગીરી થઈ શકે છે. આદિવાસી વિસ્તારમાં સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ ગુજરાતના રાજકારણમાં આદિવાસી પટ્ટાની બેઠકોનું મહત્વ જોતાં ભાજપ અત્યારથી જ આ વિસ્તારોમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માગે છે. એક તરફ પ્રભારી તરુણ ચુગનું માર્ગદર્શન અને બીજી તરફ મંત્રીઓની મેદાની કામગીરી દ્વારા પાર્ટી 2027 માટેનો રોડમેપ તૈયાર કરી રહી છે. 2027ની વિધાનસભા ચૂંટણીમાં અસર જોવા મળશે? હવે જોવાનું એ રહેશે કે મંત્રીઓના રાત્રિ રોકાણ, સરકારી યોજનાઓના રિયાલિટી ચેક અને ગ્રાઉન્ડ રિપોર્ટના આધારે ભાજપ આદિવાસી વિસ્તારોમાં કેટલો જનસંપર્ક વધારી શકે છે અને તેની અસર 2027ની વિધાનસભા ચૂંટણીમાં કેવી રીતે જોવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીની માઁ ગરબીમાં બહેનો માટે વિનામૂલ્યે ગરબા:છેલ્લા 27 વર્ષથી ઉમા ટાઉનશિપ સામે આયોજન; સ્ટેજ પરથી માત્ર માતાજીના ગરબા ગવાય છે
    Next Article
    ખાડી પૂરના કાયમી ઉકેલ માટે ₹500 કરોડનો માસ્ટર પ્લાન:મીઠી ખાડીમાં 22 કરોડના ખર્ચે 13 કિમીમાં 4 ફૂટ સુધી ડ્રેજિંગ કરાશે; ઝીંગા તળાવો હટાવવા ડિસેમ્બર સુધીની મુદત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment