Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીની માઁ ગરબીમાં બહેનો માટે વિનામૂલ્યે ગરબા:છેલ્લા 27 વર્ષથી ઉમા ટાઉનશિપ સામે આયોજન; સ્ટેજ પરથી માત્ર માતાજીના ગરબા ગવાય છે

    11 hours ago

    મોરબીની માઁ ગરબીમાં બહેનો માટે વિનામૂલ્યે ગરબા મોરબીના સમાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા ટાઉનશિપની સામે છેલ્લા 27 વર્ષથી "માઁ ગરબી" નું ભવ્ય અને સંસ્કૃતિસભર આયોજન કરવામાં આવે છે. ખાનગી પાર્ટી પ્લોટમાં નવરાત્રિ દરમિયાન ગરબા રમવા માટે મોંઘા પાસ ખરીદવા પડતા હોય છે, ત્યારે આ ગરબીમાં શહેરના તમામ વિસ્તારો અને સમાજની બહેન-દીકરીઓ કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવ્યા વિના મુક્તપણે ગરબે ઘૂમી શકે તેવી આકર્ષક વ્યવસ્થા કરવામાં આવી છે. ફિલ્મી ગીતો પર સજ્જડ પ્રતિબંધ અને મર્યાદાનું પાલન આ આયોજનની સૌથી મોટી ખાસિયત એ છે કે સ્ટેજ પરથી ક્યારેય હિન્દી ફિલ્મના ગીતો ગાવામાં આવતા નથી. સમગ્ર નવરાત્રિ દરમિયાન માત્ર અને માત્ર માતાજીના પવિત્ર ગરબા જ ગવાય છે, જેના તાલે બહેનો મન મૂકીને રાસ રમે છે. પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિના સુમેળ સાથે અહીં મર્યાદાપૂર્ણ વાતાવરણ જાળવી રાખીને બહેન-દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. બહેનોની સુરક્ષાને પ્રાથમિકતા આપતું આયોજન માઁ ગરબીનું આયોજન પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ મહાવીરસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે. આયોજકો દ્વારા ગરબી પરિસરમાં બહેનોની સલામતી અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે. જેના કારણે શહેરભરમાંથી આવતી મહિલાઓ અને યુવતીઓ કોઈપણ જાતના સંકોચ કે ડર વગર નવેનવ દિવસ આનંદપૂર્વક રાસ-ગરબા માણે છે. જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર સૌને પ્રવેશ આયોજક જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ગરબીમાં કોઈપણ પ્રકારના જ્ઞાતિ-જાતિના ભેદભાવ કે વાડા રાખવામાં આવતા નથી. મોરબી શહેરના દરેક ખૂણેથી આવતી તમામ બહેનો માટે અર્વાચીન રાસની જેમ જ મનપસંદ ફ્રી સ્ટાઈલ ગરબા રમવા માટેના તમામ દ્વાર ખુલ્લા રાખવામાં આવે છે. આયોજકોના આ સરાહનીય પ્રયાસથી સ્થાનિક સ્તરે સંસ્કૃતિની જાળવણી સાથે સામાજિક સમરસતા પણ દ્રઢ બને છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં કલેક્ટર કચેરીએ દોડાવી-દોડાવી શ્રમિકોને પોલીસે ડિટેઈન કર્યાં:કેટલાક શ્રમિકો બચવા માટે ભાગ્યાં, અત્યાર સુધીમાં 70ની અટકાયત; એમ્બ્રોડરીના એકમોમાં રવિવારની રજા સહિતની માંગ
    Next Article
    2027 પહેલાં ભાજપ આદિવાસી મતદારોને રીઝવવા મેદાને:અંબાજીથી ઉમરગામ સુધી મિજાજ પારખશે, 27 બેઠકો પર જીતનું ગણિત સમજવા 4 મંત્રીઓને સોંપાઈ જવાબદારી, ગામડાંમાં કરશે રાત્રિ રોકાણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment