Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃદ્ધની હત્યા બાદ આરોપીને તરત જ કર્મનું ફળ મળ્યું:હિંમતનગરમાં રાત્રે 70 વર્ષના વૃદ્ધને ધારિયું મારી મોતને ઘાટ ઉતારનાર આરોપીનો સવારે મૃતદેહ મળી આવ્યો

    1 week ago

    કહેવાય છે કે કર્મનું ફળ ભોગવવું જ પડે છે અને કર્મનું ફળ વહેલા મોડા મળે જ છે. સાબરકાંઠાના હિંમતનગરમાં એક આરોપીને કર્મનું ફળ તરત જ મળ્યું છે. હિંમતનગરમાં રાત્રે 70 વર્ષના વૃદ્ધને ધારિયું મારી મોતને ઘાટ ઉતારનાર આરોપીનો સવારે મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હિંમતનગર તાલુકાના આગીયોલ ગામે જૂના ઝઘડાની અદાવતમાં એક વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ હત્યાના આરોપીનો મૃતદેહ ગામડી ગામ નજીકથી મળી આવ્યો હતો. 70 વર્ષીય વૃદ્ધની ધારિયું મારી હત્યા કરી પ્રાપ્ત માહિતી અનુસાર, આગીયોલ ગામના રાવળવાસમાં રહેતા 70 વર્ષીય મોહનભાઈ વિહાભાઈ રાવળની શનિવારે રાત્રે આશરે 11 થી 11:15 વાગ્યાની વચ્ચે તેમના ઘર નજીક રહેતા 42 વર્ષીય કાનાજી ભીખાભાઈ મકવાણા (ઠાકોર) દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ગાંભોઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતકના પુત્ર ભરતભાઈ મોહનભાઈ રાવળની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંભોઈ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. વૃદ્ધની હત્યાનું કારણ પ્રાથમિક માહિતી મૂજબ આગીયોલ ગામના રાવળવાસમાં રહેતા મૃતક મોહનભાઈ વિહાભાઈ રાવળને તેમના ઘરની સામે રહેતા આરોપી કાનાજી મકવાણા સાથે અવારનવાર ઝઘડા થતાં હતા. આ ઝઘડાનું મુખ્ય કારણ કાનાજી મકવાણાની દારૂ પીવાની ટેવ હતી. આરોપી કાનાજી મકવાણા પોતાના ઘરે જ દારૂ બનાવીને પીતો હતો. ગામડી ગામેથી આરોપીનો મૃતદેહ મળી આવ્યો દરમિયાન, રવિવારે સવારે હત્યા કરીને ફરાર થયેલા આરોપી કાનાજી ભીખાભાઈ મકવાણાનો મૃતદેહ ગામડી ગામ નજીક રોડ સાઈડ પરથી મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં ગાંભોઈ પોલીસ ફરીથી ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ગાંભોઈ આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો. આરોપીનું મૃત્યુ કુદરતી : ગાંભોઈ PI આ મામલે ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI એસ.જે. ગોસ્વામીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હત્યા કરનારનો મૃતદેહ ગામડી નજીક રોડ સાઈડથી આજે સવારે મળ્યો છે, જેને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ મૃત્યુ કુદરતી લાગી રહ્યું છે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર તાલુકા ભાજપે 'મન કી બાત' કાર્યક્રમ યોજ્યો:કેનાલ ફ્રન્ટ પર ટિફિન બેઠક સાથે ચૂંટણીલક્ષી ચર્ચા
    Next Article
    ફ્રોડ એકાઉન્ટન્ટ ઝડપાયો:વડોદરામાં ફેક્ટરીમાં 14 કરોડની ઉચાપત કરી ફરાર થયેલો એકાઉન્ટન્ટની અરવલ્લીથી ધરપકડ, સત્તાનો દુરુપયોગ કરી ખોટી પાર્ટીઓના નામે ખરીદી બતાવી રેકોર્ડમાં છેડછાડ કરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment