Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલેજમાં ચિકન રોલ ખાધા બાદ 14 વર્ષીય કિશોરનું મોત:ફૂડ પોઈઝનિંગની આશંકા, પરિવારના ચાર સભ્યોની પણ તબિયત લથડી

    8 hours ago

    ભરૂચ જિલ્લાના પાલેજમાં હોટલમાંથી ચિકન રોલ લઈ ઘરે ગયેલા પરિવાર સાથે કરુણ ઘટના બની છે. ચિકન રોલ ખાધા બાદ પરિવારના ચાર સભ્યોને ઝાડા-ઉલટીની તકલીફ શરૂ થઈ હતી. દરમિયાન 14 વર્ષીય કિશોરની તબિયત ગંભીર બનતાં તેને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બહેન સહિત ચાર સભ્યોએ ચિકન રોલ ખાધા પાલેજ એસ.કે.નગરમાં રહેતા અંકિત દિનેશભાઈ પટેલનો 14 વર્ષીય પુત્ર પૂર્વ કુમાર ધોરણ-6માં અભ્યાસ કરતો હતો. ફરિયાદ મુજબ, 8 ઓગસ્ટની સાંજે પૂર્વ કુમાર અને તેની બહેન મોનિકા પાલેજના આમલી સ્ટેન્ડ નજીક આવેલી સાગર હોટલમાંથી ચાર ચિકન રોલ ઘરે લઈ આવ્યા હતા. પરિવારના ચાર સભ્યો પૂર્વ કુમાર, તેની બહેન, માતા અને પિતાએ ચિકન રોલ ખાધા હતા. બીજા દિવસે ચારેયને ઝાડા-ઉલટી શરૂ ચિકન રોલ ખાધા બાદ બીજા જ દિવસે પરિવારના ચારેય સભ્યોની તબિયત લથડી હતી અને તેમને ઝાડા-ઉલટી શરૂ થઈ હતી. રવિવાર હોવાથી શરૂઆતમાં પરિવારજનોએ સારવાર કરાવી નહોતી. ત્યારબાદ 10 ઓગસ્ટની સવારે તમામને પાલેજ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર શરૂ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન 14 વર્ષીય કિશોરનું મોત સારવાર દરમિયાન પૂર્વ કુમારની તબિયત વધુ બગડતાં તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તેની સ્થિતિ ગંભીર જણાતાં વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. ત્યાં તેને દાખલ કરી સારવાર આપવામાં આવી રહી હતી.પરિવારજનોની આશાઓ વચ્ચે આજે સવારે આશરે 11 વાગ્યાના અરસામાં પૂર્વ કુમારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. માત્ર 14 વર્ષની ઉંમરે પુત્રને ગુમાવતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પાલેજ પોલીસે તપાસ શરૂ કરી, ફૂડ એન્ડ ડ્રગ્સ ટીમ પણ હોટલમાં પહોંચી ઘટનાને પગલે પાલેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતાં ટીમે પણ સાગર હોટલમાં તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ચિકન રોલ ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત બગડવા અને કિશોરના મોત અંગે તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં ‘બદામ ગેંગ’ સામે ગુજસીટોકનો કેસ:કોર્ટે અનસ અબ્દુલગની બદામના 15 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, ગેંગ સામે ગૌ-તસ્કરી સહિત 18 ગુના
    Next Article
    સમરસ હોસ્ટેલના ભોજનમાં ફરી જીવાતો નીકળતા વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ:ગર્લ્સ બાદ બોયઝ હોસ્ટેલના ભોજનમાંથી પણ જીવાતો મળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment