Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં ‘બદામ ગેંગ’ સામે ગુજસીટોકનો કેસ:કોર્ટે અનસ અબ્દુલગની બદામના 15 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, ગેંગ સામે ગૌ-તસ્કરી સહિત 18 ગુના

    7 hours ago

    પંચમહાલ જિલ્લામાં ગૌ-વંશની તસ્કરી, કતલ, મિલકત સંબંધી ગુનાઓ અને પોલીસ ટીમ પર હુમલા સહિતની ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતી કુખ્યાત ‘બદામ ગેંગ’ સામે પોલીસે ગુજસીટોક (GUJCTOC) કાયદા હેઠળ સકંજો કસ્યો છે. રાજ્યમાં સંગઠિત ગુનાખોરીને જડમૂળથી ઉખાડી ફેંકવાના ભાગરૂપે ગોધરા B-ડિવિઝન પોલીસ મથકે આ ટોળકીના 6 સભ્યો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. વિવિધ પોલીસ સ્ટેશનોમાં આ ગેંગ સામે કુલ 18 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. કોર્ટે 15 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા ગુનો દાખલ થતાં જ પોલીસે તાત્કાલિક દરોડો પાડી મુખ્ય આરોપી અનસ અબ્દુલગની બદામની ધરપકડ કરી તેને ગુજસીટોક સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યો હતો. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડ્યાએ કોર્ટમાં આકરી દલીલો કરી આરોપીના 30 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી અનસ બદામના 15 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. અન્ય 5 આરોપીઓને જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબ્જે લેવા તજવીજ આ ગુજસીટોક ગુનામાં સંડોવાયેલા ગેંગના અન્ય 5 સભ્યો હાલ અલગ-અલગ ગુનાઓમાં જ્યુડિશિયલ કસ્ટડી (જેલ)માં હોય, પોલીસ દ્વારા તેમને ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જે મેળવવાની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ રિમાન્ડ દરમિયાન ગેંગના અન્ય નેટવર્ક અને આર્થિક વ્યવહારો અંગે વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. જેલમાં રહેલા 5 આરોપીઓની યાદી
    Click here to Read More
    Previous Article
    Chamoli Tunnel Accident: टनल में फंसे 18 मजदूर, Rescue Operation जारी! | Top News
    Next Article
    પાલેજમાં ચિકન રોલ ખાધા બાદ 14 વર્ષીય કિશોરનું મોત:ફૂડ પોઈઝનિંગની આશંકા, પરિવારના ચાર સભ્યોની પણ તબિયત લથડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment