Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમરસ હોસ્ટેલના ભોજનમાં ફરી જીવાતો નીકળતા વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ:ગર્લ્સ બાદ બોયઝ હોસ્ટેલના ભોજનમાંથી પણ જીવાતો મળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા

    9 hours ago

    ભાવનગર સ્થિત સમરસ હોસ્ટેલમાં અનાજ અને ભોજનમાં જીવાતો મળી આવવાના મામલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં છેલ્લા બે દિવસથી આ સમસ્યા ચાલી રહી હતી, ત્યારબાદ બોયઝ હોસ્ટેલમાં પણ પીરસવામાં આવેલા ભોજનમાંથી જીવાતો નીકળતાં સ્થિતિ વણસી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આ ગંભીર બેદરકારી સામે ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેના પગલે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ સવારે 11 વાગ્યાથી ભારે વરસાદ વચ્ચે ભૂખ્યા-તરસ્યા રસ્તા પર બેસીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા મજબૂર બન્યા હતા. પૂર્વ ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ હોસ્ટેલની મુલાકાત લઈ સાંભળી વ્યથા ઘટનાની જાણ થતાં જ પૂર્વ ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ સ્થળ પર પહોંચી આંદોલનરત વિદ્યાર્થીઓની રજૂઆતો સાંભળી હતી. ત્યારબાદ તેમણે સમરસ ગર્લ્સ હોસ્ટેલની પ્રત્યક્ષ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સેજલબેન પંડ્યાએ આ અંગે જણાવ્યું હતું કે, "વિદ્યાર્થીઓની માંગણીઓ વાજબી હતી અને તેમની વાત સાંભળવા વાળું કોઈ નહોતું. હોસ્ટેલની મુલાકાત દરમિયાન અનેક ખામીઓ ધ્યાન પર આવી છે. આ હોસ્ટેલમાં લાંબા સમયથી ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદો ચાલી રહી હતી અને છેલ્લા બે દિવસમાં આ સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે." મંત્રી મનીષાબેન વકીલ સાથે ટેલિફોનિક વાતચીત ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું હતું કે આ સમગ્ર મામલે રાજ્યના મંત્રી મનીષાબેન વકીલ સાથે ટેલિફોનિક વાતચીત કરી સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા છે. મંત્રીએ પણ આ ગંભીર બાબતે ચોક્કસ અને કડકમાં કડક પગલાં લેવાની ખાતરી આપી છે. ભોજન વિભાગ સંભાળતા સંબંધિત હોદ્દેદારો કાલે ભાવનગરની મુલાકાતે આવનાર હોય, તેમની સાથે પ્રત્યક્ષ બેઠક કરી આ વિષયે કડક ચર્ચા કરવામાં આવશે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે થતા આવા ખિલવાડને બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં અને આ ગંભીર બેદરકારીમાં જે પણ લોકો કસૂરવાર ઠરશે તેમની સામે ચોક્કસથી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાલેજમાં ચિકન રોલ ખાધા બાદ 14 વર્ષીય કિશોરનું મોત:ફૂડ પોઈઝનિંગની આશંકા, પરિવારના ચાર સભ્યોની પણ તબિયત લથડી
    Next Article
    વસ્ત્રાલમાં વ્યાજખોરનો ત્રાસ:ઉંચા વ્યાજની રકમ વસૂલવા વેપારીને બોલાવી મારમારી એક્ટિવા અને મોબાઇલ લૂંટી લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment