Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસ્ત્રાલમાં વ્યાજખોરનો ત્રાસ:ઉંચા વ્યાજની રકમ વસૂલવા વેપારીને બોલાવી મારમારી એક્ટિવા અને મોબાઇલ લૂંટી લીધા

    9 hours ago

    વસ્ત્રાલમાં 15 ટકા વ્યાજે 50 હજાર વ્યાજે આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરીને બે લોકોએ યુવકને માર મારી એક્ટિવા અને મોબાઈલ ફોન બળજબરી પૂર્વક લૂંટી લીધા હતા. જે બાદ ધાકધમકી આપીને બન્ને ફરાર થઈ ગયા હતા. આમામલે ઈજાગ્રસ્ત યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત નાણાધીરધાર કરનાર બાબત અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. લલ્લો ચૌહાણ પાસેથી રૂ.50 હજાર વ્યાજે લીધા વસ્ત્રાલમાં રહેતા 28 વર્ષીય અભિષેક મોર્ય વસ્ત્રાલ મેટ્રો પિલર પાસે ફાસ્ટફૂડ નામથી દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. થોડા સમય પહેલા તેમને પૈસાની જરૂરીયાત હોવાથી વસ્ત્રાલ ખાતે રહેતા બીપીનસિંગ ઉર્ફે લલ્લો ચૌહાણ પાસેથી રૂ.50 હજાર વ્યાજે લીધા હતા. તે સમયે વ્યાજ કાપીને રકમ આપી હતી અને રોજના એક હજાર રૂપિયા જમા કરાવવાનું નક્કી કર્યું હતું. અભિષેક નિયમિત નાણાંની ચૂકવણી કરતો હતો. તેમ છતા પણ ગત 11 તારીખે બીપીનસિંહે વ્યાજના રૂપિયા વસૂલવાના બાબતે અભિષેકને વસ્ત્રાલ કાશીબા વિદ્યાલય પાસે બોલાવ્યો હતો. જ્યા તેનો મિત્ર મહીપાલસિંહ પણ હાજર હતો. 60,000 નો મુદ્દામાલ બળજબરીથી કઢાવી બંને ફરાર અભિષેકભાઈ પહોચ્યા ત્યારે વ્યાજના રૂપિયા બાબતે ઉઘરાણી કરી ગંદી ગાળો બોલી ગાલ ઉપર બે-ત્રણ લાફા મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ તેમનું એક્ટિવા વાહન તથા વિવો કંપનીનો મોબાઇલ ફોન મળી કુલ રૂા. 60,000 નો મુદ્દામાલ બળજબરીથી કઢાવી લઈ જઈ બંને ફરાર થઈ ગયા હતા. આ મામલે અભિષેકે રામોલ પોલીસે બીપીનસિંગ ઉર્ફે લલ્લો ચૌહાણ તથા મહીપાલસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સમરસ હોસ્ટેલના ભોજનમાં ફરી જીવાતો નીકળતા વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ:ગર્લ્સ બાદ બોયઝ હોસ્ટેલના ભોજનમાંથી પણ જીવાતો મળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા
    Next Article
    વલસાડમાં વશિયર-નનકવાડા બ્રિજ વિવાદે પકડ્યો રાજકીય રંગ:ડિટેન્શન બાદ કોંગ્રેસ કાર્યાલયે ફરી આમરણાંત ઉપવાસ, દોઢ વર્ષથી ચાલી રહેલા વિવાદ વચ્ચે યુથ કોંગ્રેસનું આંદોલન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment