Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં વશિયર-નનકવાડા બ્રિજ વિવાદે પકડ્યો રાજકીય રંગ:ડિટેન્શન બાદ કોંગ્રેસ કાર્યાલયે ફરી આમરણાંત ઉપવાસ, દોઢ વર્ષથી ચાલી રહેલા વિવાદ વચ્ચે યુથ કોંગ્રેસનું આંદોલન

    10 hours ago

    વલસાડ તાલુકાના વશિયર અને નનકવાડા ગામને જોડતા બ્રિજના નિર્માણને લઈને છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલો વિવાદ હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. ગુરુવારે જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમરણાંત ભૂખ હડતાળ શરૂ કરવામાં આવતા પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે પરવાનગી વગર ભૂખ હડતાળ પર બેઠેલા યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને ડિટેન કર્યા હતા. જોકે, ડિટેન્શન બાદ પણ કોંગ્રેસ કાર્યકરોએ આંદોલન ચાલુ રાખી કોંગ્રેસ કાર્યાલય ખાતે ફરી આમરણાંત ઉપવાસ શરૂ કર્યો હતો. પોલીસ સાથે ઘર્ષણ, કાર્યકરોના સૂત્રોચ્ચાર પરવાનગી વિના ભૂખ હડતાળ પર બેઠેલા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સાદ બોગા, તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ મિત દેસાઈ સહિતના કાર્યકરો અને આગેવાનોને વલસાડ સિટી પોલીસે ડિટેન કર્યા હતા. ડિટેન્શન દરમિયાન પોલીસ અને યુથ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી તથા ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતા. આ દરમિયાન કાર્યકરોએ પોલીસ અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કલેક્ટરને પાંચ માંગણીઓનું આવેદનપત્ર પોલીસ કાર્યવાહી બાદ પણ યુથ કોંગ્રેસના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી બ્રિજના મુદ્દે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી હતી. કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે પાંચ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે. રૂ.4.68 કરોડના સરકારી ખર્ચ સામે સવાલ યુથ કોંગ્રેસના જણાવ્યા મુજબ, વશિયર નદી પર બ્રિજના નિર્માણ પાછળ આશરે રૂ. 3.75 કરોડ અને પ્રોટેક્શન વોલ માટે રૂ. 93 લાખ મળી કુલ રૂ. 4.68 કરોડથી વધુનો સરકારી ખર્ચ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે આ નાણાં સામાન્ય પ્રજાના ટેક્સમાંથી ખર્ચાયા છે ત્યારે બ્રિજનો વાસ્તવિક ઉપયોગ કોના ફાયદા માટે થઈ રહ્યો છે તે અંગે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ. બ્રિજનો રસ્તો ખાનગી ફાર્મહાઉસ તરફ જતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે બ્રિજનો રસ્તો સામાન્ય પ્રજાના ઉપયોગ માટે નહીં પરંતુ ખાનગી ફાર્મહાઉસ તરફ જતો હોવાની સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, આના કારણે ખાનગી જમીનના ભાવમાં વધારો કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જોકે, આ આક્ષેપો અંગે સંબંધિત તંત્ર અથવા સત્તાધારી પક્ષ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. સરકાર હસ્તક જમીન લેવાની માંગ કોંગ્રેસે માંગ કરી છે કે ફાર્મહાઉસના માલિકે સરકારને લખી આપેલી આશરે 6,300 વાર જમીન તાત્કાલિક સરકાર હસ્તક લેવામાં આવે. આ ઉપરાંત વશિયર અને નનકવાડા સરપંચ દ્વારા લખાયેલા પત્રોની FSL તપાસ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે. કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સ અને નાણાંની રિકવરીની માંગ યુથ કોંગ્રેસે જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી સાચી હકીકત જાહેર કરવાની માંગ કરી છે. સાથે જ બ્રિજ અને પ્રોટેક્શન વોલ પાછળ ખર્ચાયેલા સરકારી નાણાંની જવાબદાર અધિકારીઓ અથવા વ્યક્તિઓ પાસેથી રિકવરી કરવાની માંગ પણ કરવામાં આવી છે. બ્રિજનો ઉપયોગ કેવી રીતે થશે તે સ્પષ્ટ કરવાની માંગ કોંગ્રેસે વધુમાં માંગ કરી છે કે બ્રિજનો ઉપયોગ સામાન્ય પ્રજા માટે કઈ રીતે થશે અને બ્રિજ પરથી આગળનો રસ્તો કઈ તરફ નીકળશે તેની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવે. આ મુદ્દે સરકાર અને તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ છે. ઉકેલ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે : મિત દેસાઈ ડિટેન્શન બાદ મીડિયા સાથે વાતચીતમાં તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ મિત દેસાઈએ જણાવ્યું હતું કે ભૂખ હડતાળ પૂર્ણ થઈ નથી અને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા બાદ પણ લડત ચાલુ રહેશે. તેમના જણાવ્યા મુજબ, કલેક્ટરને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યા બાદ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આ મુદ્દો માત્ર કોંગ્રેસનો નહીં પરંતુ વલસાડ જિલ્લાની જનતાના ટેક્સના નાણાં સાથે જોડાયેલો છે. મિત દેસાઈએ વધુમાં જણાવ્યું કે જરૂર પડશે તો કોંગ્રેસ આ મામલે હાઇકોર્ટ સુધી જશે અને જ્યાં સુધી યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વસ્ત્રાલમાં વ્યાજખોરનો ત્રાસ:ઉંચા વ્યાજની રકમ વસૂલવા વેપારીને બોલાવી મારમારી એક્ટિવા અને મોબાઇલ લૂંટી લીધા
    Next Article
    જુગારધામ કેસમાં બેદરકારી દાખવનાર પાંચ પોલીસકર્મીઓની તાત્કાલિક બદલી:જુગારધામ કેસમાં આરોપી મહિલાનું નામ કમી કરવાના મામલે આકરાં પગલાં લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment