Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જુગારધામ કેસમાં બેદરકારી દાખવનાર પાંચ પોલીસકર્મીઓની તાત્કાલિક બદલી:જુગારધામ કેસમાં આરોપી મહિલાનું નામ કમી કરવાના મામલે આકરાં પગલાં લેવાયા

    12 hours ago

    જૂનાગઢ શહેરના B-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ઝાંઝરડા રોડ પર ગોકુલેશ ગૌશાળા નજીક તાજેતરમાં એક મોટું જુગારધામ ઝડપાયું હતું. પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી તીન પત્તીનો જુગાર રમતી છ મહિલાઓ રીતુબેન મહેશભાઇ પરમાર, દેવીબેન રાહુલભાઇ હરણ, રસીલાબેન હરસુખભાઇ દેપાણી, ફોરમબેન રાજેશભાઇ મોરડીયા, અન્સુયાબેન પ્રકાશભાઇ ભલાણી અને અનીતાબેન મનીષભાઇ ગોસાઇને રોકડ રકમ 16,210 તથા ગંજીપત્તા અને પાથરણા સહિતના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડી હતી. ફરજમાં ગંભીર બેદરકારી સામે SP સુબોધ ઓડેદરાનું આકરું વલણ દરોડાની આ કામગીરી બાદ કેસમાં પકડાયેલી એક આરોપી મહિલાનું નામ કેસમાંથી કાઢી નાખવા માટે બી-ડિવિઝન ડી-સ્ટાફના કર્મચારીઓ દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ ગેરરીતિ ધ્યાને આવતાં જ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સુબોધ ઓડેદરાએ આકરું વલણ અપનાવ્યું હતું. તેમણે શિસ્તભંગ અને ગંભીર લાપરવાહી દાખવવા બદલ ડી-સ્ટાફના ૫ પોલીસ કર્મચારીઓની એક જ દિવસમાં જિલ્લાના દૂરના વિસ્તારોમાં આંતરિક બદલી કરી દીધી છે. બદલી કરવામાં આવેલા પોલીસ કર્મચારીઓની યાદી જૂનાગઢ એસ.પી. કચેરી દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓમાં: ખાતાકીય તપાસ અને આંતરિક બદલીના આ આકરા હુકમથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં વશિયર-નનકવાડા બ્રિજ વિવાદે પકડ્યો રાજકીય રંગ:ડિટેન્શન બાદ કોંગ્રેસ કાર્યાલયે ફરી આમરણાંત ઉપવાસ, દોઢ વર્ષથી ચાલી રહેલા વિવાદ વચ્ચે યુથ કોંગ્રેસનું આંદોલન
    Next Article
    Hayden's Powerful Message To Gill With India's Test Future Under Spotlight

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment