Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર તાલુકા ભાજપે 'મન કી બાત' કાર્યક્રમ યોજ્યો:કેનાલ ફ્રન્ટ પર ટિફિન બેઠક સાથે ચૂંટણીલક્ષી ચર્ચા

    1 week ago

    હિંમતનગરમાં કેનાલ ફ્રન્ટ ખાતે હિંમતનગર તાલુકા ભાજપ દ્વારા 'મન કી બાત, ટિફિન કે સાથ' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનને મજબૂત કરવાના મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. ચૂંટણીમાં વિજય સુનિશ્ચિત કરવા હાકલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, મોરચાના હોદ્દેદારોને ખેસ પહેરાવી સન્માનિત કરાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રવિવારના 'મન કી બાત' કાર્યક્રમનું પ્રસારણ ધારાસભ્ય વી.ડી. ઝાલાની ઉપસ્થિતિમાં હિંમતનગર તાલુકા ભાજપના પ્રમુખ સહિત કાર્યકર્તાઓએ નિહાળ્યું હતું. ત્યારબાદ ટિફિન બેઠક યોજાઈ હતી, જેમાં સૌ કાર્યકર્તાઓએ સાથે ભોજન લીધું અને ચૂંટણીલક્ષી ચર્ચા-વિચારણા કરી સંગઠનને વધુ સક્રિય બનાવવા માટે સૂચનો આપ્યા હતા. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભૂમિકાબેન પટેલ અને વિનોદભાઈ પટેલ, જિલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખ હસમુખભાઈ પટેલ, બક્ષીપંચ મોરચા મંત્રી ગણપતભાઈ બારોટ, તાલુકા મહામંત્રી ભવરસિંહ ચૌહાણ અને ભગીરથસિંહ ઝાલા, મહિલા મોરચા ઉપપ્રમુખ દક્ષાબેન પટેલ, સિનિયર કાર્યકર્તાઓ ભગવાનદાસભાઈ ચૌધરી અને વિજયભાઈ વણઝારા સહિત મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ, હોદ્દેદારો, મંડલ ટીમ, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ, બુથ પ્રમુખો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દેવગઢ ખાતે આવેલા વેરહાઉસમાંથી લાખોના ઓટો પાર્ટસની ચોરી:બે સિક્યુરિટી ગાર્ડે 3.47 લાખના ઓટો પાર્ટસની ચોરી કરી, CCTVમાં ભાંડો ફૂટતા ફરાર, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
    Next Article
    વૃદ્ધની હત્યા બાદ આરોપીને તરત જ કર્મનું ફળ મળ્યું:હિંમતનગરમાં રાત્રે 70 વર્ષના વૃદ્ધને ધારિયું મારી મોતને ઘાટ ઉતારનાર આરોપીનો સવારે મૃતદેહ મળી આવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment