Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવગઢ ખાતે આવેલા વેરહાઉસમાંથી લાખોના ઓટો પાર્ટસની ચોરી:બે સિક્યુરિટી ગાર્ડે 3.47 લાખના ઓટો પાર્ટસની ચોરી કરી, CCTVમાં ભાંડો ફૂટતા ફરાર, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

    1 week ago

    બેચરાજી તાલુકાના દેવગઢ ગામની સીમમાં આવેલા એક વેરહાઉસમાં નોકરી કરતા બે સિક્યુરીટી ગાર્ડે દસેક દિવસના સમયગાળામાં રૂપિયા 3,47,420ની કિંમતના જુદા જુદા 661 જેટલા ઓટો પાર્ટસની ચોરી કરી હતી. જેની જાણ થતાં નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્પેરપાર્ટસ કાઢવાના સમયે કર્મચારીને માલ ઓછો જણાયો રાજસ્થાનના વતની અને હાલમાં મહેસાણા ખાતે રહેતા ફરિયાદી અભીનવ રમેશકુમાર જૈન છેલ્લા પાંચેક વર્ષથી દિલ્હી સ્થિત એક કંપનીના બેચરાજી તાલુકાના દેવગઢ ગામે આવેલા વેરહાઉસમાં મેનેજર તરીકે નોકરી કરે છે. અહીં ઓટો પાર્ટસનો સ્ટોક રાખવામાં આવે છે અને ઓર્ડર પ્રમાણે પહોંચાડવામાં આવે છે. દરમિયાન 9 માર્ચ 2026 રોજ આવેલા એક ઓર્ડર અનુસાર સ્પેરપાર્ટસ કાઢવાના સમયે કર્મચારીને માલ ઓછો જણાયો હતો. બંનેની ચોરી પકડાઈ જતાં નોકરી પર આવવાનું બંધ કરી દીધું હકીકત અંગે તપાસ કરતા તેઓને જણાવતાં પાર્ટસની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી વેરહાઉસ તેમજ બહારના ભાગે લગાવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતાં અહીં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં ઝાલા અનુપ જેઠુભા તથા ઝાલા પ્રતાપ ઉદેસિંહ બન્ને તા.28 ફેબ્રુઆરીથી 8 માર્ચ 2926 દરમિયાન અલગઅલગ સમયે આવતા જતાં જોવા મળ્યા હતા. તેઓની ચોરી જાહેર થઈ જતાં બન્ને જણાએ નોકરી પર આવવાનું બંધ કરી દીધું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    એપ્રિલમાં 14 દિવસ બેંકોમાં કામ નહીં થાય:4 રવિવાર અને 2 શનિવાર ઉપરાંત જુદી જુદી જગ્યાએ 8 દિવસ બેંકો બંધ રહેશે
    Next Article
    હિંમતનગર તાલુકા ભાજપે 'મન કી બાત' કાર્યક્રમ યોજ્યો:કેનાલ ફ્રન્ટ પર ટિફિન બેઠક સાથે ચૂંટણીલક્ષી ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment