Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એપ્રિલમાં 14 દિવસ બેંકોમાં કામ નહીં થાય:4 રવિવાર અને 2 શનિવાર ઉપરાંત જુદી જુદી જગ્યાએ 8 દિવસ બેંકો બંધ રહેશે

    1 week ago

    આવતા મહિને એટલે કે એપ્રિલમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં કુલ 14 દિવસ બેંકોમાં કામકાજ નહીં થાય. RBI દ્વારા જાહેર કરાયેલા કેલેન્ડર મુજબ, આવતા મહિને 4 રવિવાર અને બીજા-ચોથા શનિવાર ઉપરાંત 8 દિવસ અલગ-અલગ જગ્યાએ બેંક બંધ રહેશે. મહિનાની શરૂઆત એટલે કે 1 એપ્રિલે રજાથી થશે. સમગ્ર દેશમાં બેંકો વાર્ષિક એકાઉન્ટ ક્લોઝિંગના કારણે બંધ રહેશે. આ દિવસે બેંકમાં કોઈ પણ ઓફલાઈન કામ થઈ શકશે નહીં. અહીં જુઓ એપ્રિલ 2026માં તમારા રાજ્ય કે લોકેશનમાં બેંક ક્યારે-ક્યારે બંધ રહેશે... ઓનલાઈન બેંકિંગ દ્વારા કામ પતાવી શકશો તમે બેંકોની રજા હોવા છતાં ઓનલાઈન બેંકિંગ અને ATM દ્વારા પૈસાની લેવડદેવડ કે અન્ય કામ કરી શકો છો. આ સુવિધાઓ પર બેંકોની રજાઓની કોઈ અસર નહીં થાય. એપ્રિલમાં શેરબજારમાં 10 દિવસ કારોબાર નહીં એપ્રિલ 2026માં શેરબજારમાં 10 દિવસ કારોબાર નહીં થાય. તેમાં 8 દિવસ શનિવાર અને રવિવારે કારોબાર નહીં થાય. આ ઉપરાંત, શેરબજાર 3 એપ્રિલે ગુડ ફ્રાઈડે અને 14 એપ્રિલે ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે પણ બંધ રહેશે.
    Click here to Read More
    Previous Article
    મોદીએ કહ્યું- કેરળ સ્વાર્થી રાજકારણના બે મુખોટામાં ફસાયું:LDF-UDF બંને ભ્રષ્ટાચારી, તેમને ભાજપથી ભય; સત્તામાં આવતા જ કાળા કારનામા ખુલી જશે
    Next Article
    દેવગઢ ખાતે આવેલા વેરહાઉસમાંથી લાખોના ઓટો પાર્ટસની ચોરી:બે સિક્યુરિટી ગાર્ડે 3.47 લાખના ઓટો પાર્ટસની ચોરી કરી, CCTVમાં ભાંડો ફૂટતા ફરાર, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment