Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:SOU પાસે 500 એકર જમીનો બિનખેતી ન થતાં રોકાણકારોના ₹100 કરોડ ફસાયા

    10 hours ago

    સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં પ્રવાસનના રોકેટ ગતિએ વિકાસનું ફૂલગુલાબી ચિત્ર ઊભું થયું છે. આ સ્થિતિમાં એસઓયુ વિસ્તારમાં હોટલ-રિસોર્ટ ઊભાં કરવા 500 એકર કરતાં ખેતીલાયક વધુ જમીનના સોદા પડી ગયા છે. જોકે બિનખેતીની પરવાનગી પર બ્રેક વાગતાં તેના વિકાસ માટે 100 કરોડનું રોકાણ 5 વર્ષથી ઘોંચમાં પડ્યું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે તાજેતરમાં જ સરકારી અધિકારીઓના 7 બંગલા જમીનદોસ્ત કરી દેવાયા હતા, તે નોંધનીય છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળવા વર્ષે લાખો સહેલાણી દેશ-વિદેશથી ઊમટે છે, જેને ધ્યાનમાં રાખી હોટલ-રિસોર્ટ બનાવાયા છે. આ સંજોગોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની હદમાં વધારો કરવા માટેની કવાયત કરવામાં આવી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળવા પ્રવાસીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે ત્યારે રોકાણકારોની નજર તેની આસપાસની જમીન પર પડી હતી. બીજી તરફ 2018-19માં એસઓયુ ડેવલમેન્ટ ઓથોરિટીની રચના કરાઈ હતી અને તેમાં 19 ગામોનો સમાવેશ કરવાની મંજૂરી સરકાર પાસે મગાઈ છે. આ 19 ગામોનાં નામો નક્કી થતાં ત્યાંની જમીન ખરીદવા માટે દેશભરના રોકાણકારોએ ધામા નાખવાનું શરૂ કર્યું હતું. ખેતીલાયક જમીન પર હોટલ-રિસોર્ટ, હોમ સ્ટે કોલોની, રેસ્ટોરેન્ટ ઊભી કરવાનાં આયોજન ઘડાઇ ચૂક્યાં છે અને તેના માટે લગભગ 500 એકરથી વધુ ખેતીલાયક જમીનના સોદા પણ ખેડૂતો સાથે કરી દેવાયા હતા અને તેના માટે ખેડૂતોના નામે બિનખેતી કરવાની પ્રક્રિયા પણ સમયાંતરે શરૂ કરવા ગતિવિધિ તેજ કરાઈ હતી. જોકે એસઓયુની હદમાં વધારો કરતી ભલામણ પર 5 વર્ષે પણ નિર્ણય ન લેવાતાં રોકાણકારોના મનસૂબા પર પાણી ફરી વળ્યું છે. ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવીને કમાણી કરવાના રોકાણકારોનાં સપનાં હાલમાં ચકનાચૂર થઇ ગયાં છે. બિનખેતી માટે થઇ રહેલી અરજીમાં 19 ગામોવાળી જમીનમાં કલેક્ટર કચેરી તરફથી એવો જવાબ મળી રહ્યો છે કે સંબંધિત સત્તામંડળ દ્વારા દરખાસ્ત સરકારમાં મોકલી છે અને એનઓસી મળી ન હોવાથી અરજી દફતરે કરાઈ છે. જેથી ખાસ કરીને નાના રોકાણકારો માટે રોકાણનું હાડકું ગળામાં ફસાઇ ગયા જેવો ઘાટ સર્જાયો છે. આ મામલે નર્મદા જિલ્લા કલેક્ટર ગંગાસિંઘની પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમનો સંપર્ક થઇ શકયો ન હતો. કાનૂની રાહે કાર્યવાહી કરવાની અમારી તૈયારી ઘણા સરવે નંબરને એનએ કરી દેવાયા છે, ઘણી એનએ કરાઈ રહી નથી. મેં અરજી કરી હતી જે ફાઇલ કરી દેવાઇ છે. નદી કિનારે ઘણી જમીન એનએ કેવી રીતે થઇ? કાનૂની રાહે કાર્યવાહી કરીશું. > કાનજી તડવી, ખેડૂત એનએ ન કરાતાં ટુરિઝમ ક્ષેત્રને માઠી અસર થઇ રહી છે ગરૂડેશ્વર સહિતનાં 19 ગામોનો સમાવેશ સૂચિત હદ વિસ્તારમાં કરાયો છે. એનએની પ્રક્રિયા થઇ રહી નથી. જેથી ટુરિઝમનું ડેવલપમેન્ટ થતું નથી, માઠી અસર થાય છે. > દેવેન્દ્રસિંહ પરમાર, પ્રમુખ, એસઓયુ ડેવલપર્સ એસો. જમીનોના ભાવ આસમાને પહોંચવાની શકયતા એસઓયુ નજીકનાં ગામોમાં જમીનના ભાવ વધી રહ્યા છે. માંડ 1 કિલોમીટર દૂર ગરૂડેશ્વર રોડ પર ટ્રાયબલ મ્યુઝિયમ બની રહ્યું છે. નર્મદા ડેમ અને એસઓયુ નજીક હોવાથી મુખ્ય રોડ પરની જમીનોના ભાવ વધે છે. 5 વર્ષમાં જ ભાવ બેથી ત્રણ ગણા વધ્યા છે અને હજુ બે ગણા વધારાની શક્યતા જોવામાં આવી રહી છે. SOU ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારમાં કોઇ ઇસ્યુ નથી એસઓયુ ડેવલપમેન્ટ એરિયામાં ઇસ્યુ નથી. બિનખેતીની મંજૂરીનો વિષય મારો નહીં, કલેક્ટર કચેરીનો છે. > અમિત અરોરા, સીઇઓ, એસઓયુ ડેવલપમેન્ટ ઓથોરિટી મોટા મગરો નાની માછલીઓને ગળવાની તૈયારીમાં વર્ષે લાખો પર્યટકોની મુલાકાતવાળા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારમાં હોટલ-રિસોર્ટ ઉભા કરવા માટે રોકાણકારો ઉમટયા છે. જોકે, હાલમાં ખેતીની જમીન બિનખેતી કરવાની પ્રક્રિયા ચોક્કસ ગામો પૂરતી સ્થગિત કરવામાં આવતા રોકાણકારોના જીવ તાળવે ચોંટયા છે.આ સંજોગોમાં, મોકાની જમીન મેળવવાની ગાડી ચૂકી ગયેલા કેટલાક મોટા ગજાના ખેલાડીઓએ વર્તમાન સ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જેથી, આવા મોટા મગરોએ નાની માછલીઓ પાસેથી આવી જમીનો લેવા માટે તડજોડ શરૂ કરી હોવાનું સપાટી પર આવ્યું છે. સમય મર્યાદા પૂરી એટલે ફિક્સ જવાબ આપી દેવાય એસઓયુની નજીકના 19 ગામોના વિકાસ માટે સૂચિત વિસ્તારોની જમીન બિનખેતી કરવા ખેડૂત અરજદાર કલેકટર કચેરીમાં અરજી કરે છે. એનઓસી મેળવવા જાણ કરી દરખાસ્ત સરકારમાં હોવાથી આપી શકાતી નથી. કલેકટરમાં એનએની સમયમર્યાદા પૂરી થતાં નિર્ધારિત ફોર્મેટવાળો જવાબ મોકલી આપવામાં આવી રહ્યો છે. એનઓસીના અભાવે અરજી દફતરે હોવાના જવાબ અપાય છે જમીન મહેસૂલ અધિનિયમની કલમ 65 અન્યવે બિન ખેતી માટે અરજી કરતા ખેડૂતોની અરજી દફતરે કરી દેવાઈ રહી છે. હાલમાં એસઓયુ હદ વિસ્તાર અંગેની દરખાસ્ત સંબંધિત સત્તામંડળ દ્વારા સરકારમાં મોકલેલી છે અને તેમાં અરજકર્તાની જમીનનો પણ સમાવેશ થાય છે. આ અરજી હાલમાં દફતરે કરવામાં આવી રહી છે. 19 ગામોની જમીન પર નજર પણ ડેવલપમેન્ટ પ્લાન અંગે અંધારામાં 300થી 3500ની વસતીનાં 19 ગામોની જમીનને બિનખેતી કરી કમાણી કરવા માટે રોકાણકારોએ પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. ગામોની જમીન પર નજર રાખી બિનખેતી વગર કોઇ પ્રોજેક્ટ અમલમાં ન આવે તેનું ધ્યાન રખાઇ રહ્યું છે. જોકે, ડેવલપમેન્ટ પ્લાન અંગે ખેડૂતો અંધારામાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. કરોડોનું રોકાણ અટવાતાં 2 રોકાણકારો વ્યાજના ચક્કરમાં ફસાયા, જીવ ટૂંકાવવાના પ્રયાસ કર્યા ખેતીલાયક જમીનને બિનખેતીમાં રૂપાંતર કરી હોટલ-રેસ્ટોરાં ઊભી કરવાનાં સપનાં હાલમાં રોળાઇ ગયાં છે. જીવનભરની મૂડી સાથે રોકાણ કરવા કેટલાકે તો વ્યાજે પણ નાણાં લીધાં હોવાનું સપાટી પર આવ્યું છે. 2 ડેવલપર વ્યાજના ચક્કરમાં સલવાઇ જતાં તેમણે ઝેર પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની પણ સ્ફોટક વિગત પ્રકાશમાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    એક લાખ પરિવારને થશે રાહત:PGVCLનો પ્રોજેક્ટ | કાલાવડ રોડ, BRTS આસપાસની સોસાયટી, જૂનુ રાજકોટ અને માધાપર વિસ્તારમાં હવે વીજફોલ્ટની સમસ્યા નહીં રહે
    Next Article
    એઆઈ માત્ર સહાયક: વિભાગે તાકીદે માર્ગદર્શિકા જાહેર કરવી પડી:AIના ભરોસે ઓર્ડર કરતા જીએસટી અધિકારીએ ક્રોસ વેરિફાય કરવું પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment