Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક લાખ પરિવારને થશે રાહત:PGVCLનો પ્રોજેક્ટ | કાલાવડ રોડ, BRTS આસપાસની સોસાયટી, જૂનુ રાજકોટ અને માધાપર વિસ્તારમાં હવે વીજફોલ્ટની સમસ્યા નહીં રહે

    10 hours ago

    રાજકોટ શહેરના પશ્ચિમ, સેન્ટ્રલ અને હાઈવે વિસ્તારના 1 લાખથી વધુ વીજ ગ્રાહકોને કચેરીઓના ધક્કા, બિલિંગ ગૂંચવણ અને લો-વોલ્ટેજની સમસ્યામાંથી મોટી રાહત મળશે. PGVCL દ્વારા મોટા મવા, બેડીનાકા અને માધાપર ખાતે તૈયાર કરાયેલી 3 નવનિર્મિત પેટા વિભાગીય કચેરીઓ તેમજ GETCOના 66 કેવી સ્માર્ટ સીટી - બી, 66 કેવી સ્માર્ટ સીટી - સી અને 66 કેવી રાણપુર સબ સ્ટેશનનું લોકાર્પણ તા. 29ના રોજ સવારે 11:00 કલાકે પેડક રોડ પર આવેલા અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે યોજાશે. રાજ્યકક્ષાના ઊર્જા મંત્રી કૌશિક વેકરિયા આ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા, મેયર ડૉ. નેહલ શુક્લ, જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળીયા, ધારાસભ્યો સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. અત્યાર સુધી ગ્રાહકોને સામાન્ય ફોલ્ટ કે બિલિંગ સુધારણા માટે સેન્ટ્રલ કે જૂની દૂરની કચેરીઓ સુધી લાંબા ધક્કા ખાવા પડતા હતા. પીક અવર્સમાં જૂના ફીડરો પર ઓવરલોડ થતાં વારંવાર ટ્રીપિંગ અને અડધા-પોણા કલાકના પાવર કટની સમસ્યા રહેતી હતી, પરંતુ સ્થાનિક વિસ્તારમાં જ સબ ડિવિઝન શરૂ થવાથી અરજીઓનો નિકાલ 2 ગણી ઝડપે થશે. 3 નવા 66 કેવી સબ સ્ટેશન કાર્યરત થતાં લોડ ડિવાઈડ થશે, જેથી અવિરત 24x7 ગુણવત્તાયુક્ત વીજળી મળશે. કામની વાત | નવી કચેરીઓમાં નવા કનેક્શન, ટ્રાન્સફર, બિલીંગ સહિતના આટલા કામો સ્થાનિક સ્તરે જ થઈ શકશે 1. નવા વીજ જોડાણ | રહેણાંક, વાણિજ્યિક કે નાના ઔદ્યોગિક એકમો માટે નવા વીજ કનેક્શનની અરજી, ડિપોઝિટ સ્વીકારવી તેમજ સાઇટ ઇન્સ્પેક્શનની મંજૂરી સ્થાનિક સ્તરેથી ઝડપથી મળશે. 2. મીટર સંબંધિત સમસ્યા | બળી ગયેલા, ક્ષતિગ્રસ્ત કે ધીમા ચાલતા મીટર બદલવા, મીટર ડિસ્પ્લે બંધ હોવાની ફરિયાદ તેમજ સ્માર્ટ મીટરનું લેબ ટેસ્ટિંગ જેવી કામગીરી માટે હવે લાંબો સમય રાહ નહીં જોવી પડે. 3. નામ ટ્રાન્સફર, લોડમાં વધારો-ઘટાડો સોલાર પેનલ લગાવવા માટે કે વધારાના ઉપકરણો વાપરવા માટે વીજ લોડ વધારવા અથવા ઘટાડવાની તમામ વહીવટી પ્રક્રિયા સ્થાનિક કચેરીએ જ સંપન્ન થશે. 4. બિલિંગ ક્ષતિ - સુધારણા | મીટર રીડિંગમાં થયેલી ભૂલ, અચાનક વધુ આવેલું એવરેજ બિલ, ટેરિફ કેટેગરીમાં સુધારો કે ખોટી પેનલ્ટી રદ કરવાની અરજીનો નિકાલ થશે. 5. સ્થાનિક ટેકનિકલ ફોલ્ટ | વિસ્તારમાં ટ્રાન્સફોર્મરનો ફ્યુઝ ઉડવો, લાઇન સ્લેક થવી, સર્વિસ વાયર ડેમેજ થવો કે વારંવાર ટ્રીપિંગ થવાની સમસ્યાઓમાં સ્થાનિક લાઇન સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ફોલ્ટ રિપેર કરશે. 6. કેટેગરી ફેરફાર, જોડાણ રદ | ઘરગથ્થુ વપરાશમાંથી કોમર્શિયલ કે ટેમ્પરરી કનેક્શનમાંથી કાયમી કનેક્શનમાં ફેરફાર તેમજ મકાન રી-ડેવલપમેન્ટ વખતે જોડાણ કાયમી ધોરણે ડિસ્કનેક્ટ (પીડીસી) કરવાની અરજીઓ સીધી સ્વીકારાશે. આ વિસ્તારના લોકોને દૂર ધક્કા નહીં ખાવા પડે 1. મોટા મવા સબ ડિવિઝન | કાલાવડ રોડ, મોટા મવા, 150 ફૂટ રિંગ રોડ અને આસપાસની 30 નવી સોસાયટીના અંદાજે 40,000 ગ્રાહકોને સીધો લાભ મળશે. 2. બેડીનાકા સબ ડિવિઝન | જૂના રાજકોટમાં વેપારીઓ તથા રહીશો મળી 35,000થી વધુ વીજ વપરાશકારોના ફોલ્ટના પ્રશ્નો સ્થાનિક સ્તરે જ ઉકેલાશે. 3. માધાપર સબ ડિવિઝન | જામનગર રોડ, માધાપર ચોકડી, મોરબી બાયપાસ અને નવા વિકસતા રહેણાંક તથા ઔદ્યોગિક પટ્ટાના 30,000થી વધુ ગ્રાહકોને સેવાઓ મળશે. 3 સબ સ્ટેશનથી વોલ્ટેજની સમસ્યા દૂર થશે 3 નવા અત્યાધુનિક સબ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે. ઉનાળા દરમિયાન પીક અવર્સમાં ટ્રાન્સફોર્મર પર પડતો ઓવરલોડ ઘટશે, 66 કેવી રાણપુર સબ સ્ટેશન: રાણપુર અને આસપાસના ગ્રામ્ય પટ્ટામાં છેવાડાના ખેડૂતો તેમજ રહેણાંક વિસ્તારો સુધી લો-વોલ્ટેજની વ્યાપક ફરિયાદ રહેતી હતી. આ નવું સબ સ્ટેશન શરૂ થવાથી ખેતીવાડી ફીડરો અને રહેણાંક લાઈનોમાં ફુલ વોલ્ટેજ સાથે સ્થિર પાવર સપ્લાય મળશે.
    Click here to Read More
    Previous Article
    પાણી કાપ ઝીંકાયો:રાજકોટમાં બે દી’ 335 સોસાયટીમાં પાણી નહી મળે
    Next Article
    ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:SOU પાસે 500 એકર જમીનો બિનખેતી ન થતાં રોકાણકારોના ₹100 કરોડ ફસાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment