Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણી કાપ ઝીંકાયો:રાજકોટમાં બે દી’ 335 સોસાયટીમાં પાણી નહી મળે

    10 hours ago

    રાજકોટ મનપા ભાદર પાઇપલાઇન જોડાણ અંતર્ગત તા.30/08 અને 01/09 ના રોજ 08 વોર્ડ મા 335 થી વધુ સોસાયટી અને વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેવાની જાહેરાત કરી છે. વોટર વર્કસ ના જણાવ્યા મુજબ તા.30 ઓગસ્ટ,ના રોજ ગુરુકુળ હેડવર્કસ આધારિત ઢેબર રોડ સાઈડના વોર્ડ નં.7, 14 અને 17 (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે.જ્યારે તા.01 સપ્ટે.ના રોજ સવારે 3:00 થી 11:00 સુધી મવડી હેડવર્કસ આધારિત વોર્ડ નં. 8, 10, 11, 12 અને 13 મા પાણી વિતરણ બંધ રહેશે. તહેવારના સમયે જ એક સાથે આઠ વોર્ડમાં પાણીકાપના કારણે લોકોને વેચાતું પીવાનું પાણી લેવું પડશે, ત્યારે બે ના બદલે એક દિવસનો પાણીકાપ રખાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. 30 ઓગસ્ટના અસરગ્રસ્ત વિસ્તારો વોર્ડ નં. 7 (પાર્ટ) | ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગનગર, જૈન ચાલ તથા આસપાસના વિસ્તારો. વોર્ડ નં. 14 (પાર્ટ) | વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર સોસાયટી, ધર્મજીવન સોસાયટી, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબનગર અને અમૃત પાર્ક. વોર્ડ નં. 17 (પાર્ટ) | નારાયણનગર ભાગ-1 અને 2, નારાયણનગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-1, 2 અને 3, હસનવાડી ભાગ-1 અને 2, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઈન્દિરાનગર 1 અને 2, મેઘાણીનગર, ન્યૂ મેઘાણીનગર, આશીર્વાદ, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી તથા આનંદનગર-ગાયત્રી બગીચા વાળો ભાગ. 1- સપ્ટેમ્બરે પાણી વિતરણ બંધ રહેનારા વિસ્તારો વોર્ડ નં. 8 | રામધામ, ન્યૂ કોલેજવાડી, નવજ્યોત પાર્ક, જગન્નાથ પ્લોટ, સાઈનગર, બ્રહ્મકુંજ સોસાયટી, ગુલાબ વિહાર સોસાયટી, ચંદ્ર પાર્ક સોસાયટી અને ગુરુદેવ પાર્ક. વોર્ડ નં. 10 | જય પાર્ક, સ્વાતિ પાર્ક, પાવન પાર્ક, નિધિ કર્મચારી સોસાયટી, મારુતિ સોસાયટી, અલય પાર્ક-1, સત્યમ પાર્ક, દીપવન પાર્ક, શિવમ પાર્ક અને શિવદ્રષ્ટિ સોસાયટી. વોર્ડ નં. 11 | ગોવિંદ રત્ન બંગલો, અર્જુન પાર્ક, આવાસ, સરદાર પટેલ, બેકબોન, વલ્લભ વિદ્યાનગર, ગોવિંદ રત્ન, નવું-જુનું ઓમનગર, નૂતન આદિવાસી સોસાયટી, મવડી ગામ (પાર્ટ), પ્રગટેશ્વર અને વ્રજભૂમિ. વોર્ડ નં. 12 | ગીરનાર, શ્રીનાથજી સોસાયટી વિનાયકનગર, ઉદયનગર (પાર્ટ), ગોપાલ પાર્ક, અંકુરનગર, કડિયાનગર, વિષ્ણુનગર, જલાજિત સોસાયટી, સાઈ સોસાયટી, જલારામ મધુરમ સોસાયટી, ગોકુલધામ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ભરતનગર, પુનિતનગર, કર્મચારી સોસાયટી, આંગન પાર્ક, સીતારામ પાર્ક, સતનામ સોસાયટી, ખોડિયારનગર, વૃંદાવન પાર્ક, વૃંદાવન સોસાયટી, ઈગલ રેસિડેન્સી, સુખ-સાગર સોસાયટી, માધવ પાર્ક, માધવ વાટિકા, અવધ, સરસ્વતી, પ્રમુખનગર, હિમાલય પાર્ક, જશરાજનગર, બાલાજી પાર્ક, બજરંગ સોસાયટી, અમૃત વાટિકા, લક્ષ્મણ ઝૂલા, આસ્થા રેસિડેન્સી, ભવાનીનગર, સમૃદ્ધિ પાર્ક, ચામુંડાનગર, ગુંજન ટાઉનશિપ, રોયલ પાર્ક, જાનકી પાર્ક, કે.એ. રેસિડેન્સી, શિવધારા, સનસિટી, ગોવિંદ રત્ન, શ્યામ વાટિકા, માધવ આર્યમાન, શિવધામ સોસાયટી, કે.કે. પાર્ક, ગુરુદેવ પાર્ક, જે.કે. પાર્ક, રંગોલી, પટેલનગર, સંસ્કાર, ગોવિંદ આદર્શ, ગ્રીનસિટી, ત્રિમૂર્તિ શિવધારા અને ગુરુદેવ તિરુપતિનગર. વોર્ડ નં. 13 | આંબેડકરનગર (પાર્ટ), ખોડિયારનગર (પાર્ટ), વિશ્વકર્મા સોસાયટી અને ગોકુલનગર (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે.
    Click here to Read More
    Previous Article
    1 સપ્ટેમ્બરથી સિસ્ટમ મજબૂત બનશે જે વરસાદ લાવશે:6થી10 સપ્ટેમ્બર દરમિયાન સાર્વત્રિક વરસાદની આગાહી
    Next Article
    એક લાખ પરિવારને થશે રાહત:PGVCLનો પ્રોજેક્ટ | કાલાવડ રોડ, BRTS આસપાસની સોસાયટી, જૂનુ રાજકોટ અને માધાપર વિસ્તારમાં હવે વીજફોલ્ટની સમસ્યા નહીં રહે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment