Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1 સપ્ટેમ્બરથી સિસ્ટમ મજબૂત બનશે જે વરસાદ લાવશે:6થી10 સપ્ટેમ્બર દરમિયાન સાર્વત્રિક વરસાદની આગાહી

    10 hours ago

    રાજકોટ સહિત રાજ્યમાં આગામી 6 સપ્ટેમ્બર સુધી તારીખ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. મોન્સૂન ઓફશોર ટ્રફ પોઝિટિવ થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ઝાપટાંનું પ્રમાણ વધશે. બીજી તરફ, 1 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે. આ સર્ક્યુલેશન 6 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાત નજીક પહોંચશે. જેથી 6થી 10 તારીખ દરમિયાન રાજ્યમાં ભારે સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે. છેલ્લા 2 દિવસથી રાજ્યના છૂટાછવાયા ભાગોમાં ઝાપટાં શરૂ થયા છે. મોન્સૂન ઓફશોર ટ્રફ પોઝિટિવ થવાથી મુખ્યત્વે દરિયાકાંઠાના પટ્ટામાં અસર દેખાશે. ભાસ્કર એક્સપર્ટ - પરેશ ગોસ્વામી, હવામાન નિષ્ણાંત બંગાળની ખાડીનું સર્ક્યુલેશન પશ્ચિમ તરફ આગળ વધશે બંગાળની ખાડીનું સર્ક્યુલેશન સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. તારીખ 6/9 આવતા સુધીમાં આ સિસ્ટમ ગુજરાતની નજીક આવીને વધુ મજબૂત બનશે. જો સિસ્ટમના ટ્રેકમાં કોઈ ફેરફાર નહીં થાય, તો 6 થી 10 તારીખની અંદર સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક અને ભારેથી અતિભારે વરસાદ પડશે. IMDનું મોડલ એવું સૂચવી રહ્યું છે કે 6 તારીખ સુધી ઘણા બધા વિસ્તારમાં છૂટાથી હળવા, સામાન્ય, મધ્યમ ઝાપટા, અમુક જગ્યાએ ભારે ઝાપટા, દક્ષિણ ગુજરાતમાં સારા ઝાપટા અને વરસાદ વરસી શકે છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટની રોડ રસ્તાની યાતનાઓનો આવશે અંત:રોડ રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટરનું નામ, ફોન નંબર સાથેની સ્થળ પર તકતી લગાવવી હવે ફરજિયાત
    Next Article
    પાણી કાપ ઝીંકાયો:રાજકોટમાં બે દી’ 335 સોસાયટીમાં પાણી નહી મળે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment