Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટની રોડ રસ્તાની યાતનાઓનો આવશે અંત:રોડ રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટરનું નામ, ફોન નંબર સાથેની સ્થળ પર તકતી લગાવવી હવે ફરજિયાત

    9 hours ago

    રાજકોટમાં દર વર્ષે તૂટી જતા રૉડ રસ્તાઓના નિર્માણ અને રિસર્ફેસિંગના કામમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે મેયર નેહલ શુકલએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે શહેરમાં હાથ ધરવામાં આવનારા રોડવર્કના બંને છેડે પથ્થરની તકતી લગાવવી ફરજિયાત રહેશે. આ તકતી પર રોડની વિગતો સાથે કોન્ટ્રાક્ટરનું નામ, ફોન નંબર, કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા, ડિફેકટ લાયબિલિટી પિરિયડ સહિતની મહત્વની માહિતી સ્પષ્ટ રીતે દર્શાવવાની રહેશે મનપા ટૂંક સમયમાં અમલવારી શરૂ કરશે તેમ મેયરે જણાવ્યું છે. નવા નિયમમાં સૌથી મહત્વની બાબત એ છે કે રોડકામની પહેલી બિલ ચુકવણી પહેલાં જ બન્ને વિગતો ઉપરાંત કોન્ટ્રાક્ટરનું નામ અને ફોન નંબર દર્શાવવાનો રહેશે. સાથે જ કામ શરૂ થવાની અને પૂર્ણ થવાની તારીખ, ડિરેક્ટ લાયબિલિટી પિસ્પિડ અને મનપાનો નો ટોલ ફ્રી નંબર પણ દર્શાવવાનો રહેશે. જો કામ દરમિયાન તેની સમયમર્યાદામાં ફેરફાર થાય તો જૂની માહિતી યથાવત રાખવાને બદલે સુધારેલી માહિતી સાથે નવી તકતી લગાવવાની રહેશે. તકતી લગાવ્યા બાદ તેના ફોટોગ્રાફસ મનપાની વેબસાઈટ પર અપલોડ કરવા પડશે. અંતિમ ચુકવણી કરતાં પહેલાં કામની ફોટો અને વીડિયો મારફતે ચકાસણી કરવામાં આવશે, જેથી કાગળ પર કામ પૂર્ણ બતાવી દેવાની શક્યતા સામે વધુ નિયંત્રણ આવી શકે. તક્તીમાં રોડનું નામ, સંબંધિત ઝોન અને વોર્ડની લાયબિલિટી પિરિયડ દરમિયાન તકતીની જાળવણીની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરની રહેશે. તટસ્થ કામગીરી ની જરૂર આ નિર્ણપનો સૌથી મોટો પડકાર તેનો કડક અમલ રહેશે. તકતી સમયસર લગાડવામાં આવે, તેના પરની વિગતો સાચી હોય, ફોટો-વિડિયો વેરિફિકેશન ખરેખર થાય અને નિયમનું ઉલ્લંઘન કરનાર સામે બિલ રોકવા સહિતની કાર્યવાહી કરવામાં આવે તો જ આ પહેલ લાંબા ગાળે અસરકારક સાબિત થશે. કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરી શકશે નવા નિયમથી રાજકોટના નાગરિકોને સૌથી સીધો લાભમાહિતીના અધિકારના વ્યવહારુ ઉપયોગમાં મળી શકે છે. રસ્તા પર જ લાગેલી તકતી પરથી કોઈપણ નાગરિક રોડનું નામ, ઝોન, વોર્ડ, કોન્ટ્રાક્ટર, સમયમર્યાદા અને અન્ય વિગતો જાણી શકશે. કામમાં વિલંબ કે ગુણવત્તા અંગે પ્રશ્ન ઊભો થાય ત્યારે સંબંધિત માહિતીના આધારે ફરિયાદ અથવા રજૂઆત કરવી પણ સરળ બનશે. .
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:લોકમેળામાં રેસકોર્સ રિંગ રોડ પર તમામ વાહનો માટે ‘નો એન્ટ્રી’
    Next Article
    1 સપ્ટેમ્બરથી સિસ્ટમ મજબૂત બનશે જે વરસાદ લાવશે:6થી10 સપ્ટેમ્બર દરમિયાન સાર્વત્રિક વરસાદની આગાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment