Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:લોકમેળામાં રેસકોર્સ રિંગ રોડ પર તમામ વાહનો માટે ‘નો એન્ટ્રી’

    9 hours ago

    સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના ભાતીગળ લોકમેળા આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે મેળો માણવા આવતી જનતાની સલામતી અને સુચારુ ટ્રાફિક વ્યવસ્થા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તા. 2 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બર સુધી રેસકોર્સ રિંગ રોડ પર તમામ વાહનો માટે પ્રવેશબંધી અને નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. રિંગ રોડ ફરતે લારી, ગલ્લાં કે પાથરણા રાખવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે. જાહેરનામામાં જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક, પોલીસ હેડ ક્વાર્ટર, જૂની NCC ચોક અને આમ્રપાલી અંડરબ્રિજ તરફ જતા રસ્તાઓ તમામ વાહનો માટે બંધ રહેશે. આ ઉપરાંત, ટ્રાફિક શાખાથી પોલીસ હેડ ક્વાર્ટર, IB ઓફિસથી રૂરલ SP બંગલા અને વિશ્વા ચોકથી જૂની RMC ચોક સુધી વાહનોની અવરજવર અને પાર્કિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વાહનચાલકો માટે આ વૈકલ્પિક રસ્તાઓ ખુલ્લા રહેશે આ 14 સ્થળે વાહન પાર્કિંગની સુવિધા કિશાનપરા ચોક સાયકલ શેરિંગ જગ્યા કેપિટલ હોટેલ પાછળ, નહેરુ ઉદ્યાન (બહુમાળી ભવન સામે), નવી કલેક્ટર કચેરી સામે, બાલભવન મેઈન ગેટથી આર્ટ ગેલેરી સુધીનો રોડ, ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ, નગર રચના કચેરી, ગુજકોમાસોલ (કૃષિ-ગ્રામીણ વિકાસ બેંક) ગ્રાઉન્ડ, રિલાયન્સ ગ્રાઉન્ડ (આયકર વાટિકા પાછળ), મેમણ બોર્ડિંગ (સર્કિટ હાઉસ સામે) શારદાબાગ ગ્રાઉન્ડ (SBI સામે), સર્કિટ હાઉસ સામે આકાશવાણી દીવાલ હોમગાર્ડ ઓફિસર કોલોની ગ્રાઉન્ડમાં પાર્કિંગ કરી શકાશે. રેસકોર્સ રિંગ રોડ ફરતે પાર્કિંગની મનાઈ ફરમાવી છે.
    Click here to Read More
    Previous Article
    યુવા ઇનોવેટર્સ રોબોટિક્સમાં કૌશલ્ય સાબિત કરશે:‘રોબોફેસ્ટ 6.0’માં વિદ્યાર્થીઓ ટેકનોલોજીનું સર્જન કરશે, કૃષિ, હેલ્થકેરના ઉકેલો મળશે
    Next Article
    રાજકોટની રોડ રસ્તાની યાતનાઓનો આવશે અંત:રોડ રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટરનું નામ, ફોન નંબર સાથેની સ્થળ પર તકતી લગાવવી હવે ફરજિયાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment