Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એઆઈ માત્ર સહાયક: વિભાગે તાકીદે માર્ગદર્શિકા જાહેર કરવી પડી:AIના ભરોસે ઓર્ડર કરતા જીએસટી અધિકારીએ ક્રોસ વેરિફાય કરવું પડશે

    11 hours ago

    સ્ટેટ જીએસટી વિભાગે તમામ જોઈન્ટ કમિશનર અને અધિકારીઓ માટે તાકીદની ગાઈડલાઈન જાહેર કરી છે, જુ મુજબ એઆઈ એ માત્ર સહાયક સાધન છે, તે નિર્ણય લેવાનો આખરી વિકલ્પ નથી. કોઈ પણ ચુકાદો કે કાયદાની કલમ તેમ જ નોટિફિકેશન એઆઈ દ્વારા પ્રાપ્ત થાય ત્યારે તેને સત્તાવાર સ્ત્રોત પરથી ક્રોસ-વેરિફાય કરવું હવેથી દરેક ટેક્સ અધિકારી માટે ફરજિયાત રહેશે. મનસ્વી રીતે ટેક્સ અધિકારીઓ એઆઈ આધારિત ચુકાદાનો આધાર લઈ જીએસટી ઓર્ડર કરદાતાઓને ફટકારી રહ્યા હતા, જેથી ઘણા કિસ્સામાં અધિકારીઓ કરદાતાને પેનલ્ટી કે કાયદાકીય પ્રક્રિયાઓના ડરથી વચલો માર્ગ અપનાવવા મજબૂર કરતા હતા. ફ્રેન્ઝ એન્ટરપ્રાઈઝ નામના કરદાતાએ દાખલ કરેલી અરજી પર સુનાવણી વખતે હાઈકોર્ટના જસ્ટિસ એ. એસ. સુપિહિયા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની બેંચે આ મહત્ત્વનો હુકમ કર્યો હતો. અરજદારે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે સ્ટેટ ટેક્સ ઓફિસરે આદેશમાં જે ચુકાદા ટાંક્યા હતા, તે વાસ્તવમાં અસ્તિત્વમાં જ નહોતા. આ કેસમાં ઓફિસરે બિનશરતી માફી માગતા સ્વીકાર્યું હતું કે તેમણે ઓર્ડર ડ્રાફ્ટ કરવા માટે AIનો ઉપયોગ કર્યો હતો. ચુકાદો ક્રોસ વેરિફાય કરવાની જવાબદારી અધિકારીની કોર્ટના કડક વલણ બાદ સ્ટેટ જીએસટી વિભાગ પણ બેકફૂટ પર આવી ગયો છે અને તત્કાળ અસરથી માર્ગદર્શિકા જાહેર કરી અધિકારીઓને તાકીદ કરી છે કે, એઆઈનો ઉપયોગ માત્ર એક સહાયક સાધન તરીકે જ કરવો. ચુકાદા અને નિયમોને ક્રોસ વેરિફાય કરવાની જવાબદારી અધિકારીઓની રહેશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:SOU પાસે 500 એકર જમીનો બિનખેતી ન થતાં રોકાણકારોના ₹100 કરોડ ફસાયા
    Next Article
    સિટી એન્કર:દેશમાં પહેલી વાર ગુજરાતમાં સ્પોર્ટ્સ જીનોમિક્સ પ્રોગ્રામ શરૂ, 10 હજાર એથ્લીટ્સનો ડીએનએ ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment