Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘સ્વાદની નગરી’ સુરતમાં ગેસની તંગીનું ગ્રહણ:વેજ બિરયાનીની શોપને લાગ્યા તાળા; માલિકે ‘Sorry, We're Closed Due to LPG Shortage’નું પોસ્ટર માર્યું

    2 days ago

    પોતાની ખાણીપીણી માટે જાણીતા સુરત શહેર પર હાલમાં ગેસની અછતનું ગ્રહણ લાગ્યું છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે, વેપારીઓએ લાચારીમાં પોતાની દુકાનો બંધ કરવી પડી રહી છે. શહેરના પોશ ગણાતા અઠવા ગેટ વિસ્તારમાં આવેલી જાણીતી ‘શ્યામ શુદ્ધ શાકાહારી વેજ બિરયાની’ શોપની બહાર માલિકે એક પોસ્ટર લગાવ્યું છે, જેના પર લખ્યું છે: “Sorry, We're Closed Due to LPG Shortage.” ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાને કારણે વેપારીઓ રસોઈ બનાવી શકતા નથી, જેને પરિણામે ગ્રાહકોને ખાલી હાથે પરત ફરવું પડે છે. વૈશ્વિક યુદ્ધની સ્થાનિક અસર ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે 'હોર્મુઝની સામુદ્રધુની' (Strait of Hormuz) માર્ગેથી થતો ગેસ અને તેલનો પુરવઠો ખોરવાયો છે. ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આ માર્ગે આયાત કરે છે. સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં ગેસની માંગ હંમેશા વધુ રહેતી હોય છે, ત્યારે આ આંતરરાષ્ટ્રીય કટોકટી હવે સ્થાનિક લારી-ગલ્લા અને રેસ્ટોરન્ટ માલિકોની રોજીરોટી છીનવી રહી છે. ભાવ વધારાનો બેવડો માર માત્ર અછત જ નહીં, પરંતુ ગેસના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ પણ વેપારીઓની કમર તોડી નાખી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. કેટલીક જગ્યાએ તો સિલિન્ડર મેળવવા માટે વેપારીઓએ નિયત ભાવ કરતાં પણ વધુ કિંમત ચૂકવવી પડી રહી છે. સ્થાનિકોની વ્યથા આ અંગે પડોશના એક દુકાનદારે જણાવ્યું હતું કે, આ બિરયાની રેસ્ટોરન્ટ છેલ્લા એક મહિનાથી બંધ છે. અહીં ગુણવત્તાયુક્ત બિરયાની બનાવવામાં આવતી હતી, પરંતુ લાંબા સમયથી ગેસની બોટલ ન મળવાને કારણે અને સતત પડતી મુશ્કેલીઓને લીધે માલિકે આખરે દુકાન બંધ કરવાનો નિર્ણય લીધો છે.
    Click here to Read More
    Previous Article
    ચૌધરી અસલમની પત્નીએ સંજય દત્તની પ્રશંસા કરી:કહ્યું- એક્ટિંગ જોઈને એક ક્ષણ માટે લાગ્યું કે મારા પતિ જ સ્ક્રિન પર છે
    Next Article
    રિક્ષા ભાડું વધશે, અદાણીએ CNGમાં કિલોએ રૂ1.50 વધાર્યો:અમદાવાદમાં ભાવ વધીને 83ને પાર થયો, બે મહિનામાં બીજીવાર વધારો ઝીંકાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment