Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિક્ષા ભાડું વધશે, અદાણીએ CNGમાં કિલોએ રૂ1.50 વધાર્યો:અમદાવાદમાં ભાવ વધીને 83ને પાર થયો, બે મહિનામાં બીજીવાર વધારો ઝીંકાયો

    2 days ago

    હાલ ઇરાન-ઇઝરાયલ વોરને પગલે વિશ્વભરમાં ગેસનું સંકટ છવાયેલું છે. આ સ્થિતિ વચ્ચે હવે લોકોને 1 એપ્રિલથી અનેક વસ્તુઓના ભાવમાં વધારો ઝીંકાયો છે. ત્યારે અદાણી CNGના ભાવમાં આજે પ્રતિ કિલોએ 1.50નો તોતિંગ વધારો ઝીંકાયો છે. સીએનજીના ભાવમાં 1.21ના ઘટાડા બાદ 3 વખતના વધારાથી CNG 2.60 જેટલો મોંઘો થયો છે. જેથી નવો ભાવ 83.77 રૂપિયા થયો છે. આ વધારાને પગલે હવે આજથી અદાણી CNG 83.77 રૂપિયામાં વેચાશે. અદાણી ગ્રૂપ દ્વારા CNGના ભાવમાં 2026ની શરૂઆતમાં જ 1.21નો ભાવ ઘટાડો કર્યો હતો. પરંતુ તેના બાદ ચાર માસમાં સતત ત્રીજી વખત વધારો સીએનજીમાં ભાવ વધારો ઝીંક્યો હતો. આ ભાવવધારાથી રીક્ષાચાલકો પર મોટી મુસીબત આવશે. કારણ કે, 2025 બાદ હવે 2026 નું વર્ષ પણ મોંઘવારીનું બની રહ્યું છે. વર્ષ 2025માં અદાણી CNGમાં ચાર વખત ભાવ વધારો કરાયો હતો. હવે 2026માં પણ ચાલુ જ છે. વર્ષ 2025 માં ચાર વખતનો ભાવ વધારો 3.40 રૂપિયા હતો. તો વર્ષ 2026 ની શરૂઆતમાં પહેલા એકવાર ઘટાડો અને બે વારના વધારા બાદ હવે અદાણી CNG નો ભાવ 83.77 રૂપિયા પર પહોંચી ગયો છે. હાલ ઈરાન-અમેરિકા-ઈઝરાયેલમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસની અછત જોવા મળી રહી છે. આ વચ્ચે અનેક દેશોમાં ગેસનું સંકટ જોવા મળી રહ્યું છે. સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ બંધ હોવાને કારણે ગેસનો પુરવઠો પહોંચી નથી રહ્યો. તો બીજી તરફ લોકો પીએનજી તરફ વળી રહ્યા છે. કોમર્શિયલ ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. આવામાં હવે અદાણી સીએનજીનો ભાવવધારો કમરતોડ સાબિત થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ‘સ્વાદની નગરી’ સુરતમાં ગેસની તંગીનું ગ્રહણ:વેજ બિરયાનીની શોપને લાગ્યા તાળા; માલિકે ‘Sorry, We're Closed Due to LPG Shortage’નું પોસ્ટર માર્યું
    Next Article
    Unsung heroes: 60 years of she-revolution behind Karnataka’s first Koraga community doctor

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment