Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૌધરી અસલમની પત્નીએ સંજય દત્તની પ્રશંસા કરી:કહ્યું- એક્ટિંગ જોઈને એક ક્ષણ માટે લાગ્યું કે મારા પતિ જ સ્ક્રિન પર છે

    4 days ago

    ફિલ્મ 'ધુરંધર'માં સંજય દત્તે પાકિસ્તાની પોલીસ ઓફિસર ચૌધરી અસલમનો રોલ ભજવ્યો છે. તેના આ રોલની હવે ખુદ દિવંગત ચૌધરી અસલમની પત્ની નૌરીન અસલમે પણ તેના વખાણ કર્યા છે. નૌરીને કહ્યું કે સંજય દત્તને ફિલ્મમાં જોઈને એક પળ માટે તેમને એવું લાગ્યું જાણે તેના પતિ જ પડદા પર સામે ઊભા હોય. જોકે, તેમણે ફિલ્મના મેકર્સથી થોડી નારાજગી પણ વ્યક્ત કરી છે. સંજયની આંખોમાં દેખાયો પતિનો અક્સ આજતક રેડિયોના એક પોડકાસ્ટમાં નૌરીન અસલમે ફિલ્મમાં સંજય દત્તની પરફોર્મન્સ પર વાત કરી. તેણે કહ્યું, સંજય દત્ત આ રોલ માટે બિલકુલ યોગ્ય પસંદગી હતા. ફિલ્મના એક સીનમાં જ્યારે તે ગાડી પાસે ઊભા રહીને પોતાની નજર ઉઠાવે છે, ત્યારે મને લાગ્યું કે જાણે ખુદ અસલમ ઊભા છે. નૌરીને એ પણ જણાવ્યું કે તેના પતિ અવારનવાર મજાકમાં કહેતા હતા કે તેના મૃત્યુ પછી તેના જીવન પર ફિલ્મ બનશે. મેકર્સથી થોડી ફરિયાદ વ્યક્ત કરી પ્રશંસાની સાથે સાથે નૌરીને ફિલ્મના ઊંડાણ પર પણ સવાલો ઉઠાવ્યા. તેનું કહેવું છે કે ફિલ્મમાં તેમના પતિના પાત્ર સાથે સંપૂર્ણ ન્યાય કરવામાં આવ્યો નથી. નૌરીને કહ્યું કે, જો તે ફિલ્મ બનાવી રહ્યા હતા, તો ઓછામાં ઓછું મારી સાથે, પોલીસ વિભાગ સાથે અથવા તે પત્રકારો સાથે વાત કરવી જોઈતી હતી જેણે અસલમને નજીકથી જોયો છે. આનાથી તેમના પાત્રના સકારાત્મક અને નકારાત્મક, બંને પાસાઓને વધુ સારી રીતે દર્શાવી શકાયા હોત. નૌરીને આખી ફિલ્મ જોઈ નથી નૌરીને જણાવ્યું કે તેણે આખી ફિલ્મ જોઈ નથી, પરંતુ કેટલીક ક્લિપ્સ જોઈ છે. ફિલ્મમાં પોલીસ અધિકારીના પાત્ર દ્વારા ઉપયોગમાં લેવાયેલી ગાળો પર તેણે કહ્યું કે આ ફેમિલી ઓડિયન્સ માટે ભલે યોગ્ય ન હોય, પરંતુ પોલીસ વિભાગમાં આવી ભાષા સામાન્ય બાબત છે. તેણે કહ્યું કે આ ફિલ્મના પાત્ર અને માહોલ પર બંધબેસે છે.
    Click here to Read More
    Previous Article
    હવે 1 જાન્યુઆરીથી 'સિમ બાઇન્ડિંગ'ના નિયમો લાગુ પડશે:સરકારે ડેડલાઇન લંબાવી; વોટ્સએપ સિમ કાર્ડ વગર નહીં ચાલે
    Next Article
    ‘સ્વાદની નગરી’ સુરતમાં ગેસની તંગીનું ગ્રહણ:વેજ બિરયાનીની શોપને લાગ્યા તાળા; માલિકે ‘Sorry, We're Closed Due to LPG Shortage’નું પોસ્ટર માર્યું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment