Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુટ્યુબરના ઘરમાં 1 કરોડની ચોરી:સોશિયલ મીડિયા પર અવારનવાર દાગીના-પૈસાનો દેખાડો કરતી, ગેસ કટરથી દરવાજો કાપીને સોનું ચોર્યું; રીલ્સ જોઈને ચોરોએ બનાવ્યો પ્લાન

    1 day ago

    તમિલનાડુના નાગરકોઇલમાં એક મહિલા યુટ્યુબરના ઘરમાંથી 220 સોવરેન સોનાના દાગીના ચોરાઈ ગયા. આ ઘટના અંતના નાદર કુડિયિરુપ્પુ નજીક આવેલા VIP ગાર્ડનમાં બની હતી. ઘરમાં રહેતા વિનોથકુમાર ગુરુવારે તિરુનેલવેલી ગયા હતા. પરિવાર બે વર્ષના બાળકના આગામી જન્મદિવસ માટે કપડાં ખરીદવા ગયો હતો. મોડી રાત્રે પરત ફરતાં વિનોથકુમારે ઘરના પાછળના દરવાજાને તૂટેલો જોયો. પોલીસને શંકા છે કે વિનોથકુમારની પત્ની મધુમિતાની સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને રીલ્સ પરથી ચોરોને દાગીનાની જાણકારી મળી હતી. મામલાની તપાસ માટે વિશેષ ટીમ બનાવવામાં આવી છે. વિનોથકુમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી. ઘરના પહેલા માળે આવેલા બેડરૂમમાં રાખેલું કબાટ તૂટેલું મળી આવ્યું. તેમાં રાખેલા 220 સોવરેન સોનાના દાગીના ગાયબ હતા. તપાસમાં જાણવા મળ્યું કે ચોરોએ ઘરમાં પ્રવેશવા માટે ગેસ કટરથી પાછળના દરવાજાની ફ્રેમ કાપી હતી. પોલીસ શંકાસ્પદોની ઓળખ કરવા માટે CCTV ફૂટેજ તપાસી રહી છે. આરોપીઓને પકડવા માટે વિશેષ ટીમ બનાવવામાં આવી છે. દાવો- રીલ્સથી ચોરોને રસ્તો મળ્યો મધુમિતાની ઉંમર 29 વર્ષ છે અને તે યુટ્યુબર છે. તે સોશિયલ મીડિયા પર પોતાના આભૂષણોના કલેક્શન દર્શાવતી પોસ્ટ્સ અને રીલ્સ અવારનવાર શેર કરતી હતી. પોલીસને શંકા છે કે મધુમિતા દર મહિને સોનું ખરીદતી હોવાની માહિતી આપતી પોસ્ટ્સ પરથી ચોરોને ઘરમાં રાખેલા આભૂષણોની જાણકારી મળી હશે. રીલ્સમાં મધુમિતા અવારનવાર પૈસા-દાગીના બતાવતી રહે છે
    Click here to Read More
    Previous Article
    'રાહુલ ગાંધી પાગલ છે', મુંદ્રામાં આસામના CMનું નિવેદન:હેમંત બિસ્વાએ કહ્યું-તેનો ચહેરો જુઓ, ક્યારેક ક્લિન તો ક્યારે દાઢીવાળો, તેને હું આખો પાગલ માનું છું
    Next Article
    નર્મદા ડેમની જળસપાટી 138.36 મીટરે સ્થિર:મહત્તમ સપાટીથી 32 સેમી દૂર, ટૂંક સમયમાં છલોછલ ભરાવાની શક્યતા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment