Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્દ્ર સરકાર દ્વારા નવી SOP જાહેર:કંડલા સહિત દેશના 12 બંદરોમાં હવે ‘ગુપ્ત મતદાન’થી ટ્રસ્ટીઓની ચૂંટણી

    3 days ago

    દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા સહિત દેશના મુખ્ય 12 બંદરોમાં બોર્ડ ઓફ ટ્રસ્ટીના સભ્ય પદ માટેની ચૂંટણી પ્રક્રિયામાં કેન્દ્ર સરકાર દ્વારા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભારત સરકારના ગેઝેટમાં પ્રકાશિત નવી જોગવાઈઓ મુજબ, હવે ‘ચેક ઓફ સિસ્ટમ’ને બદલે ‘ગુપ્ત મતદાન’ દ્વારા ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો થયો છે. આ માટે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર પણ જાહેર કરી દેવામાં આવી છે. કુશળ અકુશળ અસંગઠિત કામદાર સંગઠન, કચ્છના જનરલ સેક્રેટરી વેલજીભાઈ જાટ છેલ્લા 3 વર્ષથી ગુજરાત હાઈકોર્ટમાં કાનૂની લડત લડી રહ્યા હતા. તેમણે શિપિંગ અને શ્રમ મંત્રાલયને અનેક રજૂઆતો કરી હતી, જેના પરિણામે સરકારે ઇલેક્ટ્રોનિક પ્રક્રિયા અથવા ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા ચૂંટણી કરાવવાની મંજૂરી આપી છે. નવી સિસ્ટમથી કામદારોમાં ઉત્સાહ છે કારણ કે હવે માત્ર સક્રિય અને કામદારોના પ્રશ્નો ઉકેલનારા પ્રતિનિધિઓ જ ટ્રસ્ટી બની શકશે. વેલજીભાઈ જાટે આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, આનાથી યુનિયનો વચ્ચે તંદુરસ્ત હરીફાઈ થશે અને કામદારોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવશે. આગામી ઓક્ટોબર 2026માં આ નવી પદ્ધતિથી પ્રથમ ચૂંટણી યોજાય તેવી સંભાવના છે. SOP મુજબ ચૂંટણી પ્રક્રિયાનું મહત્વ
    Click here to Read More
    Previous Article
    તંત્ર નિંદ્રાધીન:ગળપાદરમાં વોર્ડ ઓફિસ તૈયાર છતાં દાખલા માટે સૌને આદિપુરના ધક્કા
    Next Article
    સક્રિયતા:અંજાર પોલીસે અપહરણ થયેલી સગીરાને બાંગ્લાદેશ સરહદેથી શોધી પરિવારને સોંપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment