Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સક્રિયતા:અંજાર પોલીસે અપહરણ થયેલી સગીરાને બાંગ્લાદેશ સરહદેથી શોધી પરિવારને સોંપી

    4 days ago

    અંજાર તાલુકાના અજાપર ગામ વિસ્તારમાંથી 13 વર્ષીય સગીરાનું અપહરણ થયું હતું.જે મામલે હરકતમાં આવેલી પોલીસે આરોપીનું પગેરું દબાવી ગુપ્ત ઓપરેશન હાથ ધર્યો હતો અને ભોગ બનનાર બાળકીને પશ્ચિમ બંગાળની સરહદે આવેલા એક ગામમાંથી શોધી લઇ પરિવારને પરત સોપવામાં આવી છે.પોલીસની સરાહનીય કાર્યવાહી બાબતે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર સહિતની પોલીસ ટીમનું વિશેષ સન્માન કરાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગત 23 એપ્રિલના અજાપરની એક ખાનગી કંપનીમાંથી પશ્ચિમ બંગાળના હનીફ સરકાર નામના શખ્સે સગીરાનું અપહરણ કર્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ અંજાર પોલીસે આરોપી અને ભોગ બનનારની શોધખોળ હાથ ધરી હતી.જોકે આ બનાવમાં આરોપી પાસે કોઈ મોબાઈલ ફોન ન હોવાથી અને માત્ર ટૂંકું નામ જ હોવાથી પોલીસ માટે તેને શોધવો પડકારજનક હતો. અંજાર પીઆઈ હકુમતસિંહ જાડેજાના નેતૃત્વમાં એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી. હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી બાતમી મળી હતી કે, આરોપી સગીરાને લઈને પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશ બોર્ડરથી માત્ર 25 કિમી દૂર આવેલા એક અંતરિયાળ ગામમાં છુપાયો છે. અંજાર પોલીસે પશ્ચિમ બંગાળ પોલીસની મદદ લઈ અત્યંત ગુપ્તતા સાથે ઓપરેશન પાર પાડ્યું હતું અને સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢી હતી. સગીરાને અંજાર લાવ્યા બાદ ચાઈલ્ડ કમિટી દ્વારા તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું અને 8 તારીખના તેને તેના માતા-પિતાને સોંપવામાં આવી હતી.જોકે પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપી હનીફ સરકાર ભાગી છૂટ્યો હતો, જેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે.પોલીસની સરાહનીય કામગીરીને બિરદાવવા માટે બજરંગ દળ દ્વારા એસપી સાગર બાગમાર, અંજાર પીઆઈ હકુમતસિંહ જાડેજા, પીએસઆઈ એસ.જી. વાળા , એસઓજીના પીઆઈ એ.આર. ગોહિલ અને પશ્ચિમ બંગાળ ગયેલી ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના કચ્છ જિલ્લા અધ્યક્ષ સુરેશ ગુપ્તા, ગાંધીધામ નગર અધ્યક્ષ હરેશ રામાવાણી, અંજાર પ્રખંડ અધ્યક્ષ ધનજીભાઈ ચૈયા સહિત કિરીટ કોટક, ભાવિક ખટારીયા, મહાદેવભાઇ વીરા અને દેવજીભાઈ મ્યાત્રા જેવા આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગભરાયેલી બાળકીનું 4 દિવસ કાઉન્સેલિંગ પશ્ચિમ બંગાળના મહીનાપુર ગામના આરોપીએ સગીરાનું અપહરણ કર્યા બાદ 4 મેના મત ગણતરીના દિવસે જ્યારે સમગ્ર રાજ્યમાં ચુસ્ત બંદોબસ્ત હતો, ત્યારે અંજાર પોલીસે બાંગ્લાદેશ બોર્ડરથી માત્ર 25-30 કિમી દૂર આવેલા મેનાપુર ગામમાં દરોડો પાડી સગીરાને આરોપી પાસેથી મુક્ત કરાવી અંજાર લઇ અવાય હતી.જોકે શરૂઆતમાં તે માનસિક રીતે ડરેલી હોવાથી વાલીઓ સાથે જવા તૈયાર ન હતી.ત્યારે આ સંજોગોમાં પોલીસ દ્વારા સંવેદનશીલતા દાખવી ચાઇલ્ડ વેલ્ફેર કમિટી ભુજ ખાતે તેનું યોગ્ય કાઉન્સિલિંગ કરાવવામાં આવ્યું હતું.ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોક્સો તથા એટ્રોસિટી એક્ટ હેઠળની કલમો ઉમેરવાની તજવીજ હાથ ધરાઇ છે.
    Click here to Read More
    Previous Article
    કેન્દ્ર સરકાર દ્વારા નવી SOP જાહેર:કંડલા સહિત દેશના 12 બંદરોમાં હવે ‘ગુપ્ત મતદાન’થી ટ્રસ્ટીઓની ચૂંટણી
    Next Article
    કરૂણાંતિકા:ભચાઉ અને મોડવદરમાં વીજ આંચકો લાગતા 2 યુવકના અકાળ મોત નિપજ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment