Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્ર નિંદ્રાધીન:ગળપાદરમાં વોર્ડ ઓફિસ તૈયાર છતાં દાખલા માટે સૌને આદિપુરના ધક્કા

    3 days ago

    ગાંધીધામ મહાનગરપાલિકામાં ભળેલા ગળપાદર ગામના રહીશો હાલ પાયાની વહીવટી સુવિધાઓ માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગળપાદર ગામે ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનને અદ્યતન વોર્ડ ઓફિસ (જૂની પંચાયત ઓફિસ) તૈયાર કરીને સોંપી દીધી હોવા છતાં, જન્મ-મરણના દાખલા જેવી સામાન્ય જરૂરિયાતો માટે પણ ગ્રામજનોએ છેક આદિપુર સુધી લાંબુ થવું પડે છે. ગળપાદરના ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ગામમાં તમામ સુવિધાયુક્ત વોર્ડ ઓફિસ ઉપલબ્ધ છે. જો આ ઓફિસ કાર્યરત કરી દેવામાં આવે તો જન્મ, મરણ અને આવકના દાખલા જેવી પ્રક્રિયા ગામમાં જ થઈ શકે તેમ છે. પરંતુ હાલમાં વહીવટી તંત્રની આળસને કારણે લોકોને આદિપુરના ચક્કર કાપવા પડે છે. ગળપાદરથી આદિપુર જવા માટે સીધા વાહનોની પણ પૂરતી સુવિધા નથી. સીધી બસ કે રિક્ષા ન મળતા ગ્રામજનોએ પહેલા ગળપાદરથી ગાંધીધામ જવું પડે છે. ગાંધીધામ પહોંચ્યા બાદ ત્યાંથી બીજી રિક્ષા કે બસ પકડી આદિપુર જવું પડે છે. એક સામાન્ય દાખલા માટે સામાન્ય માણસને આખો દિવસ બગડે છે અને ભાડા પેટે મોટો ખર્ચ થાય છે. ગામના કામ ગામમાં જ થાય તેવી લોકમાંગ ગળપાદરના જાગૃત નાગરિકોનું સૂચન છે કે જો વોર્ડ ઓફિસમાં જ કોમ્પ્યુટર ઓપરેટર અને જરૂરી સ્ટાફ બેસાડવામાં આવે, તો લોકોના પાયાના કામો ગામમાં જ ઉકેલાઈ જાય. વૃદ્ધો અને મધ્યમ વર્ગના લોકો માટે આદિપુર સુધીનો પ્રવાસ અત્યંત કષ્ટદાયક સાબિત થઈ રહ્યો છે, ત્યારે મનપા વહેલી તકે આ કચેરી ધમધમતી કરે તેવી માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    મહામંથન:‘100% લીઝ આધારિત સંકુલને માલિકી હક આપો’ : લેન્ડ પોલિસી મુદ્દે ચેમ્બર આક્રમક
    Next Article
    કેન્દ્ર સરકાર દ્વારા નવી SOP જાહેર:કંડલા સહિત દેશના 12 બંદરોમાં હવે ‘ગુપ્ત મતદાન’થી ટ્રસ્ટીઓની ચૂંટણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment