Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગનો નાયગ્રા ગીરાધોધ ખીલી ઉઠ્યો, આકાશી નજારો:100 ફૂટની ઊંચાઈથી ખાબકી ભેડાઘાટની યાદ અપાવતો ધોધ હજારો સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર, કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું

    एक दिन पहले

    ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ ડાંગ જિલ્લો પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ખાસ કરીને 'ડાંગના નાયગ્રા' તરીકે ઓળખાતો પ્રખ્યાત ગીરાધોધ હાલ હજારો સહેલાણીઓને આકર્ષી રહ્યો છે. આ સાથે જ જિલ્લાના અન્ય નયનરમ્ય જળધોધ પણ પ્રવાસીઓમાં ભારે લોકપ્રિય બન્યા છે. ભેડાઘાટની યાદ અપાવતો ગીરાધોધ વઘઈ નજીક આંબાપાડા ખાતે આવેલો આ ગીરાધોધ મધ્યપ્રદેશના ભેડાઘાટ સ્થિત ધુંઆધાર વોટરફોલની ભવ્યતાની યાદ અપાવે છે. સહ્યાદ્રિ પર્વતમાળામાંથી ઉદ્ભવતી અંબિકા નદી અહીં આશરે 100 ફૂટની ઊંચાઈએથી કાળમીંઢ શિલાઓ પર ખાબકે છે. આ અદ્ભુત નજારો હવામાં ધુમ્મસ અને પાણીની આલ્હાદક છોળો સાથે દૃશ્યમાન થાય છે, જે પ્રવાસીઓ માટે અનેરો રોમાંચ જગાવે છે. પ્રવાસન વિકાસ સાથે સ્થાનિક રોજગારીને વેગ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ગીરાધોધ ખાતે મુલાકાતીઓ માટે પાયાની સવલતો સુવ્યવસ્થિત રીતે વિકસાવવામાં આવી છે. આ સુવિધાઓના સંચાલન થકી સ્થાનિક આદિવાસી પરિવારોને રોજગારીની ઉત્તમ તકો પ્રાપ્ત થઈ રહી છે. અહીં આવતા પ્રવાસીઓ સ્થાનિક વાંસની સુંદર હસ્તકલા, નાગલીના પૌષ્ટિક ઉત્પાદનો અને પરંપરાગત વાનગીઓનો સ્વાદ માણી શકે છે. નદી-ધોધમાં ઉતરવા પર પ્રતિબંધ પ્રવાસીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા ધોધ તેમજ નદીના વહેણમાં ઉતરવા પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અકસ્માતો નિવારવા માટે વિવિધ સ્થળોએ ચેતવણી દર્શાવતા બોર્ડ લગાવવામાં આવ્યા છે.સેલ્ફી કે ફોટોગ્રાફી કરતી વખતે પ્રવાસીઓને વિશેષ સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. ભૂતકાળની દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે વન વિભાગ દ્વારા સુરક્ષા નિયમોનું ચુસ્ત પાલન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ડાંગના અન્ય જોવાલાયક જળધોધ ગિરમાળ ધોધ: સુબીર તાલુકામાં આવેલો ગુજરાતનો સૌથી ઊંચો જળધોધ. શિવ ઘાટ અને યોગેશ્વર ઘાટ: આહવા નજીક આવેલા રમણીય સ્થળો. અન્ય આકર્ષણો: મહાલ વોટરફોલ, બારદા ધોધ, દ્રોણ ધોધ, અંજની ધોધ અને માયાદેવીનો સ્ટેપ ધોધ પણ સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ધુમ્મસની ચાદરમાં લપેટાયેલા ડુંગરો અને લીલાછમ જંગલો ડાંગના અપ્રતિમ કુદરતી સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરે છે. વન વિભાગની ખાસ અપીલ વન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓને પ્રકૃતિનો આનંદ માણવાની સાથે પર્યાવરણનું જતન કરવા, સમગ્ર વિસ્તારને 'નો પ્લાસ્ટિક ઝોન' રાખવા અને સુરક્ષા સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા નમ્ર વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મીઠાપુર પોલીસે અધેડ હત્યાનો ભેદ ઉકેલ્યો:જમાઈ સહિત ત્રણ આરોપી ઝડપાયા, પારિવારિક મનદુઃખ કારણ
    Next Article
    41મી રથયાત્રાને લઈ ભાવનગર પોલીસ છાવણીમાં ફેરવાયું:ચાવડી ગેટથી હલુરિયા ચોક સુધી કલેક્ટર, IGP, SP, DySP સહિતના પોલીસકર્મીઓની ફ્લેગમાર્ચ યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment