Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર SOGએ અધેળાઈમાંથી નશીલી કફ સિરપની બોટલો જપ્ત કરી:SOGએ 339 બોટલ નશીલી કફ સિરપ સાથે રવિભાઈ મીઠાપરાને અટકાયત કરી, અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ

    2 days ago

    ભાવનગર SOG પોલીસે અધેળાઈ ગામે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી કોડીન ફોસ્ફેટ તત્વ ધરાવતી કફ સિરપની મોટી સંખ્યામાં બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે મુદ્દામાલ કબ્જે કરી શખ્સની પૂછપરછ હાથ ધરતા અન્ય એક શખ્સનું નામ પણ સામે આવ્યું છે, જેને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ અને શોધખોળ શરૂ કરવામાં આવી છે. કફ સિરપની કુલ 339 બોટલો સાથે ઝડપી પાડ્યો હતો ભાવનગર SOG દ્વારા નશીલા કફ સિરપના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ બાતમીના આધારે SOG પોલીસ સ્ટાફના કોન્સ્ટેબલ હરપાલસિંહ ગોહિલે દરોડો પાડી અધેળાઈ ગામના રવિભાઈ રમેશભાઈ મીઠાપરાને તેના ઘરેથી કોડીન ફોસ્ફેટ તત્વ ધરાવતી કફ સિરપની કુલ 339 બોટલો સાથે ઝડપી પાડ્યો હતો. 72,356 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસે શખ્સ પાસેથી 47,356ની કફ સિરપની બોટલો અને 25,000નો મોબાઇલ સહિત કુલ 72,356નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ બનાવમાં અન્ય શખ્સ આકાશભાઈ ભરતભાઈ સોલંકીનું નામ સામે આવતાં તેને ઝડપી લેવા પોલીસ દ્વારા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે SOGના ASI વિઠ્ઠલભાઈ ચૌહાણ દ્વારા વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મનપાના હોદેદારોની મુદ્દત પૂર્ણ, વિદાય સમયે વિજયોત્સવ જેવો માહોલ:મેયર-ચેરમેને સરકારી વાહન જમા કરાવી ખાનગી વાહનમાં નીકળ્યા, 12 માર્ચથી સુરતમાં વહીવટદારનું શાસન
    Next Article
    મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:તંત્રએ કહ્યું- જિલ્લામાં ગેસનો પૂરતો જથ્થો હોવાથી ગભરાવાની કે બિનજરૂરી સંગ્રહ કરવાની જરૂર નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment