Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:તંત્રએ કહ્યું- જિલ્લામાં ગેસનો પૂરતો જથ્થો હોવાથી ગભરાવાની કે બિનજરૂરી સંગ્રહ કરવાની જરૂર નથી

    2 days ago

    મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અને નિવાસી અધિક કલેક્ટર જે.કે. જેગોડાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની ગેસ એજન્સી ધારકોની એક મહત્વની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ 10 તાલુકાઓની કુલ 38 ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓ સહિત IOCL, HPCL અને BPCLના સેલ્સ ઓફિસરો તેમજ સાબરમતી ગેસના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તંત્રએ કહ્યું કે, જિલ્લામાં ગેસનો પૂરતો જથ્થો હોવાથી ગભરાવાની કે બિનજરૂરી સંગ્રહ કરવાની જરૂર નથી. ગેસ સિલિન્ડરનો બિનજરૂરી સંગ્રહ ન થાય તે માટે એજન્સીઓને કડક તકેદારી રાખવા આદેશ આ બેઠક દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં હાલ ઘરેલુ LPG કનેક્શન તેમજ CNG અને PNG માટે પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. રાજ્ય સરકારની સૂચના મુજબ જિલ્લામાં ગેસ સિલિન્ડરનો બિનજરૂરી સંગ્રહ કે કાળાબજારી ન થાય તે માટે એજન્સીઓને કડક તકેદારી રાખવા આદેશ અપાયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગ્રાહકોને નિર્ધારિત સમયમર્યાદામાં, નિયત ભાવ અને પૂરા વજન સાથે સિલિન્ડર મળી રહે તેની ખાતરી એજન્સીઓએ કરવાની રહેશે. LPG કંટ્રોલ ઓર્ડર-2000 મુજબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તમામ તાલુકાના મામલતદારો અને પુરવઠા અધિકારીઓને ઓનલાઈન માધ્યમથી સૂચના આપવામાં આવી હતી કે, તેઓ તાલુકા કક્ષાએ નિયમિત બેઠકો યોજી દૈનિક ધોરણે ગેસની માગ અને પુરવઠાનું સઘન મોનિટરિંગ કરે. જો કોઈ એજન્સી દ્વારા ગેરરીતિ આચરવામાં આવશે તો આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 અને LPG કંટ્રોલ ઓર્ડર-2000 મુજબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ડિલિવરીનો સમયગાળો 21 દિવસના બદલે 25 દિવસ કરવામાં આવ્યો ઓઇલ માર્કેટીંગ કંપનીઓના સેલ્સ ઓફિસરોએ માહિતી આપી હતી કે, હાલમાં કોમર્શિયલ ગેસ અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરી મુજબ કામગીરી ચાલી રહી છે અને ડિલિવરીનો સમયગાળો 21 દિવસના બદલે 25 દિવસ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રએ સામાન્ય જનતાને અપીલ કરી છે કે જિલ્લામાં ગેસનો પૂરતો જથ્થો હોવાથી ગભરાવાની કે બિનજરૂરી સંગ્રહ કરવાની જરૂર નથી.તેમજ બિનજરૂરી એડવાન્સ બુકિંગ ન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લામાં ગેસ સપ્લાય ચેઇન સુચારૂ રીતે જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર SOGએ અધેળાઈમાંથી નશીલી કફ સિરપની બોટલો જપ્ત કરી:SOGએ 339 બોટલ નશીલી કફ સિરપ સાથે રવિભાઈ મીઠાપરાને અટકાયત કરી, અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ
    Next Article
    દમણમાં રાંધણ ગેસની અછતની અફવાઓ વચ્ચે તંત્રની સ્પષ્ટતા:ઘરેલુ ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, શહેરીજનોએ ગભરાવાની જરૂર નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment