Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રાંગધ્રાના જેસડામાં બોગસ ડોક્ટર ઝડપાયો:SOGએ મૂળ ઉત્તરાખંડના શખ્સની અટકાયત કરી ₹42,553ની દવાઓ જપ્ત કરી

    13 hours ago

    સુરેન્દ્રનગર SOG શાખાએ ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામમાંથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આ ડોક્ટર કોઈપણ માન્ય ડિગ્રી વગર એલોપેથીક દવાઓ આપીને તબીબી પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે તેની પાસેથી ₹42,553.37ની કિંમતનો દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે. SOG શાખાના એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ ઝાલાને બાતમી મળી હતી. બાતમી મુજબ, ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામમાં રવિન્દ્રનાથ ઉપેન્દ્રનાથ રોય (ઉં.વ. 54, મૂળ રૂદ્રપુર, ઉત્તરાખંડ) નામનો વ્યક્તિ ભાડાના મકાનમાં ડિગ્રી વગર એલોપેથીક દવાઓ આપીને સારવાર કરતો હતો. બાતમીના આધારે, SOG સ્ટાફે મોટી માલવણ PHCના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ક્લાસ-2 જયમીનભાઈ ડી. જાદવને સાથે રાખીને જેસડા ગામમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, આરોપી રવિન્દ્રનાથ ઉપેન્દ્રનાથ રોય સ્થળ પરથી મળી આવ્યો હતો. તેની પાસેથી વિવિધ એલોપેથીક દવાઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રવિન્દ્રનાથ ઉપેન્દ્રનાથ રોય વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ-30 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વધુ એક સોની વેપારી સાથે છેતરપિંડી:દાગીના બનાવી દેવાના બહાને કારીગર 91.96 લાખની કિંમતનું 605 ગ્રામથી વધુ ફાઈન સોનુ લઇ નાસી છૂટ્યો
    Next Article
    સગીર પુત્રને વાહન ચલાવવા આપવું પિતાને પડ્યું ભારે:જુહાપુરામાં નિવૃત DySPના ઘર પાસે મોટા અવાજે હોર્ન વગાડી હેરાન કરનાર સગીર અને તેના પિતા સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment