Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીર પુત્રને વાહન ચલાવવા આપવું પિતાને પડ્યું ભારે:જુહાપુરામાં નિવૃત DySPના ઘર પાસે મોટા અવાજે હોર્ન વગાડી હેરાન કરનાર સગીર અને તેના પિતા સામે ફરિયાદ

    14 hours ago

    શહેરમાં જુહાપુરામાં નવરંગ ટેનામેન્ટમાં રહેતા 70 વર્ષીય અર્શદઐયુબ સરવાણી નિવૃત્ત ડીવાયએસપી છે, જેઓ મોરબી એસ.સી.એસ.ટી. સેલમાંથી નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિવૃત્ત થયા હતા. 25 જુલાઈ, 2026ના રોજ બપોરે તેઓ અને તેમનો પુત્ર સાહિલ ઘરે હાજર હતા. તે સમયે તેમના પાડોશીનો સગીર પુત્ર એક્ટિવા લઈને તેમના ઘર પાસેથી નીકળ્યો હતો અને કોઈપણ કારણ વગર સતત મોટા અવાજે હોર્ન વગાડીને તેમને હેરાન કર્યા હતા. આ અંગે નિવૃત ડીવાયએસપીએ સગીર અને તેના પિતા સામે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સગીર અને પિતા સામે કાર્યવાહી આ સગીર વયના પુત્ર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવા છતાં તેના પિતાએ તેને વાહન ચલાવવા આપ્યું હતું. સગીરની આ ગેરવર્તણૂક અને નિયમભંગ બદલ નિવૃત્ત ડીવાયએસપીએ પડોશી અને તેમના સગીર પુત્ર સામે ‘એમ’ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    ધ્રાંગધ્રાના જેસડામાં બોગસ ડોક્ટર ઝડપાયો:SOGએ મૂળ ઉત્તરાખંડના શખ્સની અટકાયત કરી ₹42,553ની દવાઓ જપ્ત કરી
    Next Article
    સદનસીબે મોટી દુર્ઘટના ટળી:સાધુ વાસવાણી રોડ પર ખોદકામ દરમિયાન ગેસ લાઈન લીક થતા અફરાતફરી, GSPC ટીમે તરત દોડી જઇ લીકેજ બંધ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment