Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વધુ એક સોની વેપારી સાથે છેતરપિંડી:દાગીના બનાવી દેવાના બહાને કારીગર 91.96 લાખની કિંમતનું 605 ગ્રામથી વધુ ફાઈન સોનુ લઇ નાસી છૂટ્યો

    13 hours ago

    રાજકોટ શહેરના દિવાનપરા વિસ્તારમાં આવેલી ‘સુવર્ણ જ્યોતિ ક્રિએશન’ નામની પેઢી ચલાવતા સોની વેપારી સાથે દાગીના બનાવી દેવાના બહાને 91.96 લાખની કિંમતના 605.1 ગ્રામ ફાઈન સોનાની ઠગાઈ આચરવામાં આવી છે. આ અંગે ભોગ બનનાર વેપારીએ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે. રો-મટિરીયલ તરીકે લીધેલા સોનામાંથી મોટો જથ્થો સગેવગે કર્યો રાજકોટના પ્રહલાદ પ્લોટમાં રહેતા અને સુવર્ણ જ્યોતિ ક્રિએશન નામથી સોનાના દાગીનાનું વેચાણ કરતા દિવ્યેશભાઈ મહેન્દ્રભાઈ પાટડીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, સખીયાનગરમાં રહેતા રાજેશ હિંમતલાલ આડેસરા (રાજુભાઈ) નામના કારીગર સાથે તેમને પરિચય થયો હતો, જે ઓર્ડર મુજબ ચેઈન બનાવી આપવાનું કામ કરતો હતો. ફેબ્રુઆરી 2026થી 24 માર્ચ, 2026 દરમિયાન રાજુભાઈ અને તેના સાથીદારોએ દિવ્યેશભાઈની પેઢીમાંથી અલગ-અલગ તારીખે કુલ 987.370 ગ્રામ ફાઈન સોનું રો-મટિરીયલ તરીકે મેળવ્યું હતું. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી આરોપીઓએ મેળવેલા કુલ સોનામાંથી માત્ર 382.230 ગ્રામ સોનું જ પરત કર્યું હતું, જ્યારે બાકી નીકળતું 605.140 ગ્રામ ફાઈન સોનું (જેની બજાર કિંમત આશરે 91.96 લાખ થાય છે) પરત આપવાને બદલે સગેવગે કરી નાખ્યું હતું. પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં દિવ્યેશભાઈએ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદ એન્જિનિયરિંગ કોલેજ GTU ચેસ ટૂર્નામેન્ટમાં રનર્સ-અપનું સ્થાન પ્રાપ્ત કર્યું:ઝોન-3 સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી દ્વિતીય સ્થાન મેળવ્યું
    Next Article
    ધ્રાંગધ્રાના જેસડામાં બોગસ ડોક્ટર ઝડપાયો:SOGએ મૂળ ઉત્તરાખંડના શખ્સની અટકાયત કરી ₹42,553ની દવાઓ જપ્ત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment