Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GTUમાં નવા કાયમી કુલપતિની નિયુક્તિ માટે સર્ચ કમિટી બનાવાઈ:એક ચેરમેન અને ચાર મેમ્બરની નિમણૂંક, રાજુલ ગજ્જરનો 3 ઓગસ્ટે કાર્યકાળ પૂર્ણ થતા વૈભવ ભટ્ટને ઇન્ચાર્જ બનાવાયા હતા

    8 hours ago

    ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં નવા કુલપતિની નિયુક્તિ માટે સર્ચ કમિટી બનાવવામાં આવી છે. પૂર્વ કુલપતિ ડૉ. રાજુલ ગજ્જરનો કાર્યકાળ 3 ઓગસ્ટના રોજ પૂર્ણ થયો હતો. જો કે ત્યાં સુધી નવા કાયમી કુલપતિ માટે સર્ચ કમિટી બનાવવામાં આવી નહતી. જેના કારણે રાજુલ ગજ્જરનો કાર્યકાળ પૂર્ણ થતા ઇન્ચાર્જ કુલપતિની નિમણૂક કરવામાં આવી હતી. જો કે હવે નવા કુલપતિની નિયુક્તિ માટે ચાર સભ્યોની સર્ચ કમિટી બનાવવામાં આવી છે. અત્યારે ઇન્ચાર્જ કુલપતિ વૈભવ ભટ્ટથી વહીવટ ચાલી રહ્યો ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના પ્રથમ મહિલા કુલપતિ ડૉ. રાજુલ ગજ્જરનો 3 વર્ષનો કાર્યકાળ 3 ઓગસ્ટ પૂર્ણ થયો હતો. જેથી કાર્યકારી કુલપતિ તરીકે GTUના પ્રોફેસર અને સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સના ડિરેક્ટર વૈભવ ભટ્ટની નિમણૂંક કરવામાં આવી છે. કાયમી કુલપતિ ન મળ્યા હોવાથી ઇન્ચાર્જ કુલપતિની નિમણૂક કરવામાં આવી હતી. અત્યારે ઇન્ચાર્જ કુલપતિ વૈભવ ભટ્ટને GTUનો વહીવટ ચલાવવાની સત્તા સોંપવામાં આવતી હોય છે, પરંતુ ઇન્ચાર્જ કુલપતિ કોઈ મોટો નિર્ણય લઈ શકતા નથી. દોઢ મહિના બાદ સર્ચ કમિટીની રચના નિયમ મુજબ મુદત પૂરી થવાના ત્રણ મહિના પહેલાં સર્ચ કમિટીની રચના કરવાની હોય છે, પરંતુ પ્રક્રિયા શરૂ ન થઈ હોવાથી નવા કાયમી કુલપતિની પસંદગી અટકી પડી હતી. પરિણામે, ગુજરાત યુનિવર્સિટીની જેમ GTUમાં પણ ઇન્ચાર્જ કુલપતિની નિમણૂક કરવામાં આવી હતી. જો કે તેના દોઢ મહિના બાદ સર્ચ કમિટીની રચના કરવામાં આવી છે. ભાગ્યેશ ઝા ચેરમેન અને અન્ય ચાર મેમ્બરની નિમણૂક એક ચેરમેન અને ત્રણ સભ્યની સર્ચ કમિટીમાં ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન ભાગ્યેશ ઝા, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડૉ. સંજીવ ઓઝા, દિલ્હી ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રતિક શર્મા અને દિલ્હી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર યોગેશ સિંહની નિમણૂક કરવામાં આવી છે. હવે સર્ચ કમિટી જાહેરાત બહાર પાડી કાયમી કુલપતિ માટે અરજીઓ મંગાવશે. જેમાંથી કેટલાક નામોની પંસદગી કરી સરકારને મોકલી આપશે. જે બાદ સરકાર દ્વારા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂક કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સો. મીડિયાના માધ્યમથી નકલી નોટના કાળા કારોબારનો પર્દાફાશ:દેવધગામ ચાર રસ્તા પાસેથી 500ના દરની 165 નકલી નોટ સાથે યુવકની ધરપકડ, આસામ સુધી લંબાયા તાર
    Next Article
    બસ-બાઇક વચ્ચે અકસ્માતમાં 2 યુવકોના મોત:મોત પહેલા જિંદગીની છેલ્લી રીલ ઉતારી; મહિસાગરના હીરાપુર પાસે એક યુવકે રોડ પર, બીજાએ હોસ્પિટમાં દમ તોડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment